________________
બ્રહ્મચર્ય (ચાલુ)
૩૯૨ એ પ્રત્યેકના પાછા બે બે ભેદ છે. એક તો મૂળ અને બીજી સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર. એ પ્રકારનો જ્યાં વાસ હોય ત્યાં બ્રહ્મચારી સાધુએ ન રહેવું; પશુ એટલે તિર્યચિણી ગાય, ભેંસ ઈત્યાદિક જે સ્થળે હોય તે સ્થળે ન રહેવું અને પતંગ એટલે નપુંસક એનો વાસ હોય ત્યાં પણ ન રહેવું. એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામચેષ્ટા, હાવભાવ ઇત્યાદિક વિકારો મનને
ભ્રષ્ટ કરે છે. ૨. કથા -
કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ધર્મોપદેશ બ્રહ્મચારીએ ન કરવો. કથા એ મોહની ઉત્પત્તિરૂપ છે. સ્ત્રીના રૂપ સંબંધી ગ્રંથો, કામવિલાસ સંબંધી ગ્રંથો, કે જેથી ચિત્ત ચળે એવા પ્રકારની ગમે તે શૃંગાર સંબંધી કથા બ્રહ્મચારીએ ન
કરવી. ૩. આસન - સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં બે ઘડી સુધીમાં
બ્રહ્મચારીએ ન બેસવું. એ સ્ત્રીઓની સ્મૃતિનું કારણ છે; એથી વિકારની ઉત્પત્તિ
થાય છે, એમ ભગવાને કહ્યું છે. ૪. ઇન્દ્રિયનિરીક્ષણ - સ્ત્રીઓનાં અંગોપાંગ, બ્રહ્મચારી સાધુએ ન જોવાં; એનાં અમુક અંગ પર દૃષ્ટિ
એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે. ૫. કુડયાંતર - ભીંત, કનાત કે ત્રાટાનું અંતર વચમાં હોય ને સ્ત્રી પુરુષ જ્યાં મૈથુન સેવે ત્યાં
બ્રહ્મચારીએ રહેવું નહીં. કારણ શબ્દ, ચેષ્ટાદિક વિકારનાં કારણ છે. છે. પૂર્વક્રીડા - પોતે ગૃહસ્થાવાસમાં ગમે તેવી જાતના શૃંગારથી વિષયક્રીડા કરી હોય તેની સ્મૃતિ
કરવી નહીં; તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. ૭. પ્રણીત - દૂધ, દહીં, ધૃતાદિ મધુરા અને ચીકાશવાળા પદાર્થોનો બહુધા આહાર ન કરવો.
એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે અને તેથી કામની ઉત્પત્તિ થાય છે; માટે
બ્રહ્મચારીએ તેમ કરવું નહીં. ૮. અતિમાત્રાહાર - પેટ ભરીને આહાર કરવો નહીં; તેમ અતિમાત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું
નહીં. એથી પણ વિકાર વધે છે. ૯. વિભૂષણ - સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં, એથી બ્રહ્મચર્યને
હાનિ ઉત્પન્ન થાય છે. એમ ભગવંતે નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. બહુધા એ તમારા સાંભળવામાં આવી હશે. પરંતુ ગૃહસ્થાવાસમાં અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા અહીં આગળ કંઈક સમજણપૂર્વક કહી છે. (પૃ. ૧૦૮-૯).
બાર દિવસ પત્ની સંગ ત્યાગવો. (પૃ. ૧૩૬) T મન, વચન અને કાયાના યોગવડે પરપત્ની ત્યાગ. (પૃ. ૧૩૭) | વૈશ્યા, કુમારી, વિઘવાનો તેમજ ત્યાગ. (પૃ. ૧૩૭) 1 જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને “બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રીઆદિકના પ્રસંગમાં ન