________________
પ્રતિક્રમણ (ચાલુ) (પૃ. ૮૭-૮)
... જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ કેવા અનુક્રમે કરવાં તે કહેતાં એક પછી એક પ્રશ્ન ઊઠે; અને તેનો કેમે પાર આવે તેમ નથી. પણ જો જ્ઞાનીની આજ્ઞાથી તે જીવ ગમે તેમ (જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે) વર્તે તોપણ તે મોક્ષના માર્ગમાં છે. (પૃ. ૭૭૧)
પ્રતિજ્ઞા
I અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઇને મન, વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. (પૃ. ૩)
૩૭૨
વચન શાંત, મધુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઇ આજના દિવસમાં પ્રવેશ કરજે. (પૃ. ૫)
— વ્યાવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની પ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. (પૃ. ૬)
અપથ્ય પ્રતિજ્ઞા આપું નહીં. (પૃ. ૧૩૮)
પ્રતિજ્ઞા વ્રત તોડું નહીં. (પૃ. ૧૪૦)
શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન ક૨વી. (પૃ. ૧૩૭)
પ્રતિબંધ
જીવને બે મોટાં બંધન છે ઃ એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છંદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઇએ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઇએ. આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી. સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે. (પૃ. ૨૬૧)
યોગવાસિષ્ઠથી વૃત્તિ ઉપશમ રહેતી હોય તો વાંચવા સાંભળવામાં પ્રતિબંધ નથી. (પૃ. ૨૭૭) D પ્રતિબંધપણું દુઃખદાયક છે, એ જ વિજ્ઞાપન. (પૃ. ૩૨૫)
પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વભાવ રહિત રખાય તો જ આત્માર્થ છે, નહીં તો મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા યોગ્ય છે.
આ ક્ષેત્ર આપણું છે, અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્રપ્રતિબંધ છે. તીર્થંકરદેવ તો એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી એ ચારે પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય અથવા નિગ્રંથ થવાતું હોય તો તે તીર્થંકરદેવના માર્ગમાં નહીં પણ સંસારના માર્ગમાં છે. (પૃ. ૩૬૪)
ઘરનું, જ્ઞાતિનું, કે બીજાં તેવાં કામોનું કારણ પડયે ઉદાસીનભાવે પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કોઇ પ્રવર્તન કરવું ઘટતું નથી; અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. (પૃ. ૩૭૨)
નિજપરભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાનીપુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યનો જે કંઇ પ્રસંગ રહે છે, તે