________________
૩૭૧
પ્રતિક્રમણ
D દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું
થાય છે એમ જિને કહ્યું છે તે સમજવાને કંઇક સાધન થશે. (પૃ.૪૬૦) D જેમ પદ્મરાગ નામનું રત્ન દૂધમાં નાખ્યું હોય તો તે દૂધના પરિમાણ પ્રમાણે પ્રભાસે છે. તેમ દેહને
વિષે સ્થિત એવો આત્મા તે માત્ર દેહપ્રમાણ પ્રકાશક-વ્યાપક છે. (પૃ. ૫૮૮) પ્રજ્ઞા
આપની (શ્રી સૌભાગ્યભાઇની) સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કોઇ ભક્તિમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય, તો તેમાંના આપ એક છો. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જિવાય છે. (પૃ. ૨૭૦)
જ્ઞાનપ્રશાએ સર્વ વસ્તુ જાણેલી પ્રત્યાખ્યાનપ્રજ્ઞાએ પચ્ચખે તે પંડિત કહ્યા છે. (પૃ. ૬૪૭) પ્રતિક્રમણ 0 પ્રતિક્રમણ = આત્માની ક્ષમાપના, આરાધના. (પૃ. ૭૭૧) 0 પ્રતિક્રમણ એટલે સામું જવું - સ્મરણ કરી જવું – ફરીથી જોઈ જવું - એમ એનો અર્થ થઈ શકે છે. “જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવા બેઠા તે વખતની અગાઉ તે દિવસે જે જે દોષ થયા છે તે એક પછી એક જોઈ જવા અને તેનો પશ્ચાત્તાપ કરવો કે દોષનું સ્મરણ કરી જવું વગેરે સામાન્ય અર્થ પણ છે.” ઉત્તમ મુનિઓ અને ભાવિક શ્રાવકો સંધ્યાકાળે અને રાત્રિના પાછળના ભાગમાં દિવસે અને રાત્રે એમ અનુક્રમે થયેલા દોષનો પશ્ચાત્તાપ કે ક્ષમાપના ઇચ્છે છે, એનું નામ અહીં આગળ પ્રતિક્રમણ છે. એ પ્રતિક્રમણ આપણે પણ અવશ્ય કરવું; કારણ આત્મા મન, વચન અને કાયાના યોગથી અનેક પ્રકારનાં કર્મ બાંધે છે. પ્રતિક્રમણ સૂત્રમાં એનું દોહન કરેલું છે; જેથી દિવસરાત્રિમાં થયેલા પાપનો પશ્ચાત્તાપ તે વડે થઈ શકે છે. શુદ્ધભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં પરલોકભય અને અનુકંપા છૂટે છે; આત્મા કોમળ થાય છે. ત્યાગવા યોગ્ય વસ્તુનો વિવેક આવતો જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન છે જે જે દોષ વિસ્મરણ થયા હોય તેનો પશ્વાત્તાપ પણ થઇ શકે છે. આમ એ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે. એનું “આવશ્યક એવું પણ નામ છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા યોગ્ય; એ સત્ય છે. તે વડે આત્માની મલિનતા ખસે છે, માટે અવશ્ય કરવા યોગ્ય જ છે. સાયંકાળે જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તેનું નામ દેવસીય પડિક્કમણું એટલે દિવસ સંબંધી પાપનો પશ્રાત્તાપ; અને રાત્રિના પાછલા ભાગમાં જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તે રાઈ પડિક્કમણું કહેવાય છે. દેવસીય અને રાઈ એ પ્રાકૃત ભાષાના શબ્દો છે. પખવાડિયે કરવાનું પ્રતિક્રમણ તે પાક્ષિક અને સંવત્સરે કરવાનું તે સાંવત્સરિક કહેવાય છે. સત્યરુષોએ યોજનાથી બાંધેલો એ સુંદર નિયમ છે. કેટલાક સામાન્ય બુદ્ધિમાનો એમ કહે છે કે દિવસ અને રાત્રિનું સવારે પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણ કર્યું હોય તો કંઈ ખોટું નથી, પરંતુ એ કહેવું પ્રમાણિક નથી. રાત્રિએ અકસ્માત્ અમુક કારણ કે કાળધર્મ થઇ પડે તો દિવસ સંબંધી પણ રહી જાય. પ્રતિક્રમણ સૂત્રની યોજના બહુ સુંદર છે. એનાં મૂળતત્ત્વ બહુ ઉત્તમ છે. જેમ બને તેમ પ્રતિક્રમણ ધીરજથી, સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નાપૂર્વક કરવું.