________________
પ્રત્યક્ષ
પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટયા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઇ પ્રતિબંધ થતો નથી.
૩૭૩
પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી, કેમકે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જ્યાં હોય નહીં, ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઇ આવવો પણ સંભવે છે; અને તેટલા માટે પણ જ્ઞાનીપુરુષને પણ શ્રી જિને નિજજ્ઞાનના પરિચય-પુરુષાર્થને વખાણ્યો છે; તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમકે કોઇ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે. (પૃ. ૪૨૧)
જ્ઞાનીપુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે, અને ઘણી વાર ૫૨માર્થવૃષ્ટિ મટી સંસારાર્થ વૃષ્ટિ થઇ જાય છે. (પૃ. ૪૪૪)
D સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી. (પૃ. ૪૭૫)
હાલ બીજી પ્રવૃત્તિ (ઉદીરણ પ્રવૃત્તિ જે ૫રમાર્થાદિ યોગે કરવી પડે તે.) થવામાં આત્મા સંક્ષેપ થાય છે, કેમકે અપૂર્વ એવા સમાધિયોગને તે કારણથી પણ પ્રતિબંધ થાય છે, એમ સાંભળ્યું હતું તથા જાણ્યું હતું; અને હાલ તેવું સ્પષ્ટાર્થે વેલ્લું છે. તે તે કારણોથી વધારે સમાગમમાં આવવાનું, પત્રાદિથી કંઇ પણ પ્રશ્નોત્તરાદિ જણાવવાનું, તથા બીજા પ્રકારે પરમાર્થાદિ લખવા કરવાનું પણ સંક્ષેપ થવાના પર્યાયને આત્મા ભજે છે. એવા પર્યાયને ભજ્યા વિના અપૂર્વ સમાધિને હાનિ સંભવતી હતી. (પૃ. ૪૭૬)
I વ્યાવહારિક વૃત્તિ રહેશે ત્યાં સુધી આત્મહિતને બળવાન પ્રતિબંધ છે, એમ જાણશો. અને સ્વપ્ને પણ તે પ્રતિબંધમાં ન પ્રવર્તાય તેનો લક્ષ રાખજો. (પૃ. ૬૧૭)
D વ્યવહારપ્રતિબંધથી વિક્ષેપ ન પામતાં ધૈર્ય રાખી ઉત્સાહમાન વીર્યથી સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે. (પૃ. ૬૩૫)
E સંબંધિત શિર્ષક : બંધ
પ્રતીતિ
D મોક્ષનો ઉપાય છે. ઓઘભાવે ખબર હશે, વિચારભાવે પ્રતીતિ આવશે. (પૃ. ૬૯૯)
ખોટી પ્રતીતિ તે અનંતાનુબંધીમાં સમાય, અણસમજણે દોષ જુએ તો તે સમજણનો દોષ, પણ સમકિત જાય નહીં; પણ અણપ્રતીતિએ દોષ જુએ તો મિથ્યાત્વ. (પૃ. ૭૦૬)
જીવાજીવની વિચારરૂપે પ્રતીતિ કરવામાં આવી ન હોય, અને બોલવામાત્ર જ જીવાજીવ છે, એમ કહેવું તે સમ્યક્ત્વ નથી.
વિચાર વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં. (પૃ. ૭૫૪)
પ્રત્યક્ષ
D આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવો પ૨મ પુરુષે કરેલો નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે. (પૃ. ૪૫૬) શ્રી મહાવીરસ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્યું છે, તેઓ વધારે ઉપકારી ? કે પ્રત્યક્ષ હિતમાં પ્રે૨ના૨ અને અહિતથી નિવા૨ના૨ એવા અધ્યાત્મમૂર્તિ સદ્ગુરુ વધારે ઉપકારી ? તે પ્રશ્ન માકુભાઇ તરફથી છે. અત્ર એટલો વિચાર રહે છે કે મહાવીરસ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ - સમ્યદૃષ્ટિ