SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ નવકારમંત્ર | ચાર નાપૂર્વક બોલી શકાય એવું ક્યાં છે? માટે નયાદિકમાં સમતાવાન રહેવું; જ્ઞાનીઓની વાણી નયમાં ઉદાસીન વર્તે છે. (પૃ. ૨૬૬). D નય આત્માને સમજવા અર્થે કહ્યા છે; પણ જીવો તો નયવાદમાં ગૂંચવાઈ જાય છે. આત્મા સમજાવવા જતાં નયમાં ગૂંચવાઈ જવાથી તે પ્રયોગ અવળો પડયો. (પૃ. ૭૧૭). T સમ્મતિર્મમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે, કે જેટલા વચનમાર્ગ છે તેટલા નયવાદ છે; અને જેટલા નયવાદ છે તેટલા જ પરસમય છે. (પૃ. ૩૦૨) | નરક નરકની સપ્ત પૃથ્વી છે. તેમાં ઓગણપચાસ ભૂમિકા છે. તે ભૂમિકામાં ચોરાસી લાખ બિલ છે તેને નરક કહીએ છીએ. તેની વજમય ભૂમિ ભીંતની માફક છકેલ છે. કેટલાંક બિલ સંખ્યાત યોજન લાંબાં પહોળાં છે; કેટલાંક અસંખ્યાત યોજન લાંબાં પહોળાં છે. તે એક એક બિલની છત વિષે નારકીનાં ઉત્પત્તિનાં સ્થાન છે. તે ઊંટના મુખના આકાર આદિવાળાં, સાંકડાં મોઢાવાળાં અને ઊંધે માથે છે. તેમાં નારકી જીવો ઊપજી નીચે માથું અને ઉપર પગથી આવી વજાગ્નિમય પૃથ્વીમાં પડી, જેમ જોરથી પડી દડી પાછી ઊછળે છે તેમ (નારકી) પૃથ્વી પર પડી ઊછળતાં લોટતાં ફરે છે. કેવી છે નરકની ભૂમિ ? અસંખ્યાત વીંછીના સ્પર્શને લીધે ઊપજી વેદનાથી અસંખ્યાત ગુણી અધિક વેદના કરવાવાળી છે. ઉપરની ચાર પૃથ્વીનાં ચાલીશ લાખ બિલ અને પંચમ પૃથ્વીનાં બે લાખ બિલ એમ બેંતાલીસ લાખ બિલમાં તો કેવળ આતાપ, અગ્નિની ઉષ્ણ વેદના છે. તે નરકની ઉષ્ણતા જણાવવાને માટે અહીં કોઇ પદાર્થ દેખવામાં, જાણવામાં આવતો નથી કે જેની સદૃશતા કહી જાય; તોપણ ભગવાનના આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે, કે લાખ યોજનપ્રમાણ મોટા લોઢાના ગોળા છોડીએ તો તે નરકભૂમિને નહીં પહોંચતાં, પહોંચતાં પહેલાં નરકક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ વહી જાય છે. (પૃ. ૨૨) જીવ જ પરમાધામી (જમ) જેવો છે, અને જમ છે, કારણ કે નરકગતિમાં જીવ જાય છે તેનું કારણ જીવ અહીંથી કરે છે. (પૃ. ૭૩૫). 'આ દુનિયામાં નરક જેવું દુઃખ શું? પરતંત્રતા (પરવશ રહેવું તે). (પૃ. ૧૫) નવકારમંત્ર | નમો અરિહંતાણે. નમો સિદ્ધાણે. નમો આયરિયાણં. નમો ઉવન્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં. આ પવિત્ર વાક્યોને નિગ્રંથપ્રવચનમાં નવકાર, નમસ્કારમંત્ર કે પંચપરમેષ્ઠીમંત્ર કહે છે. અહંત ભગવંતના બાર ગુણ, સિદ્ધ ભગવંતના આઠ ગુણ, આચાર્યના છત્રીશ ગુણ, ઉપાધ્યાયના પંચવશગુણ, અને સાધુના સત્તાવીશ ગુણ મળીને ૧૦૮ ગુણ થયા. અંગૂઠા વિના બાકીની ચાર
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy