________________
૩૧૬
નય
નય
નય છે તે પ્રમાણનો અંશ છે. જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે, ત્યાં તેટલું પ્રમાણ છે; એ નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે તે સિવાય વસ્તુને વિષે બીજા જે ધર્મ છે તેનો નિષેધ કરવામાં આવ્યો નથી. એકી વખતે વાણી દ્વારાએ બધા ધર્મ કહી શકાતા નથી. તેમ જ જે જે પ્રસંગ હોય તે તે પ્રસંગે ત્યાં મુખ્યપણે તે જ ધર્મ કહેવામાં આવે છે. ત્યાં ત્યાં તે તે નયથી પ્રમાણ છે.
નયના સ્વરૂપથી આધે જઇ કહેવામાં આવે છે તે નય નહીં. પરંતુ નયાભાસ થાય છે, અને નયાભાસ ત્યાં મિથ્યાત્વ ઠરે છે.
નય સાત માન્યા છે. તેના ઉપનય સાતસો, અને વિશેષ સ્વરૂપે અનંતા છે, અર્થાત્ જે વાણી છે તે સઘળા નય છે.
એકાંતિકપણું ગ્રહવાનો સ્વચ્છંદ જીવને વિશેષપણે હોય છે, અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જે સમજવાથી જીવ એકાંતિકપણું ગ્રહતો અટકી મધ્યસ્થ રહે છે, અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી.
નય જે કહેવામાં આવે છે તે નય પોતે કંઇ વસ્તુ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજવા તથા તેની સુપ્રતીતિ થવા પ્રમાણનો અંશ છે.
અમુક નયથી કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી પ્રતીત થતા ધર્મની અસ્તિ નથી એમ ઠરતું નથી. (પૃ. ૭૫૦)
સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે, અને આત્માર્થ તે જ એક ખરો નય. નયનો ૫રમાર્થ જીવથી નીકળે તો ફળ થાય; છેવટે ઉપશમભાવ આવે તો ફળ થાય; નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઇ પડે; અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. સત્પુરુષના આશ્રયે જાળ ટળે. (પૃ. ૭૨૫)
નયના પ્રકાર ઘણા છે; પણ જે પ્રકાર વડે આત્મા ઊંચો આવે, પુરુષાર્થ વર્ધમાન થાય તે જ પ્રકાર વિચારવો. (પૃ. ૭૨૫)
I અનંતા નય છે; એકેક પદાર્થ અનંત ગુણથી, અને અનંત ધર્મથી યુક્ત છે; એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે; માટે એ વાટે પદાર્થનો નિર્ણય કરવા માગીએ તો થાય નહીં; એની વાટ કોઇ બીજી હોવી જોઇએ. ઘણું કરીને આ વાતને જ્ઞાનીપુરુષો જ જાણે છે; અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે; જેથી કોઇ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કોઇ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાનીપુરુષોને સમ્મત હોય છે.
માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો ‘નય’નો આગ્રહ કરે છે; અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. કોઇ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઇચ્છા કરી હોય એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો; કોઇ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઇ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મટયો છે, તે કોઇ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઇચ્છા કરતો નથી. (પૃ. ૨૬૬-૭)
નય અનંતા છે, એકેકા પદાર્થમાં અનંત ગુણધર્મ છે; તેમાં અનંતા નય પરિણમે છે; તો એક અથવા બે