SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ નમસ્કાર (ચાલુ) || T કોઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. (પૃ. ૨૬૭) . “માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો ! (પૃ. ૩૧૫) “અથાગ પ્રેમે તમને (શ્રી સૌભાગ્યભાઈને) નમસ્કાર''. (પૃ. ૨૯૧) D શ્રી સોભાગને નમસ્કાર. (પૃ. ૬૦૬) D પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. (પૃ. ૩૪, ૬૩૬) D પૂર્ણકામ ચિત્તને નમોનમઃ. (પૃ. ૩૦૪) 'કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિષે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી, એવી વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે, એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ. (પૃ. ૩૫૦) I અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી....ના પ્રણામ પહોંચે. જેને વિષે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, એવા જોગને વિષે હાલ તો રહીએ છીએ. આત્મસ્થિતિ તેને વિષે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઇ શ્રી....ના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. (પૃ. ૩૨૯). D કહેવારૂપ હું તેને નમસ્કાર હો. (પૃ. ૨૫૭) D જગતમાં કોઈ પણ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે ભેદદ્રષ્ટિ નથી એવા શ્રી... નિષ્કામ આત્મસ્વરૂપના નમસ્કાર પ્રાપ્ત થાય. (પૃ. ૩૪૮) D જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભકિતએ નમસ્કાર હો. (પૃ. ૪૬૨). D પરમ પુરુષને અભિમત એવા અત્યંતર અને બાહ્ય બન્ને સંયમને ઉલ્લાસિત ભક્તિએ નમસ્કાર. (પૃ. ૬૫૧). D પરમ સંયમી પુરુષોને નમસ્કાર. (પૃ. ૬૦૮) D અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યદર્શનને નમસ્કાર. (પૃ. ૬૨૫) હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્રય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ, થયો. હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો. (પૃ. ૮૨૪)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy