________________
|| નમસ્કાર (ચાલુ)
૩૧૪ કર્મરૂપ વૈરીને પરાજય કર્યો છે એવા અહંત ભગવાન; શુદ્ધ ચૈતન્યપદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન; જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવ છે એવા આચાર્ય ભગવાન; દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રુત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન; મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી
નમસ્કાર કરું છું. (પૃ. ૫૮૦-૧) T સો ઇન્દ્રોએ વંદનિક, ત્રણ લોકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેનાં વાક્ય છે, અનંત જેના ગુણો
છે, જેમણે સંસારનો પરાજય કર્યો છે એવા ભગવાન સર્વજ્ઞ વીતરાગને નમસ્કાર. (પૃ. ૧૮૬). પરમભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી અને પરમષથી પરિષહ ઉપસર્ગ કરનાર પ્રત્યે
પણ જેને દ્વેષ નથી, તે પુરુષરૂપ ભગવાનને વારંવાર નમસ્કાર. (પૃ. ૫૯૬) I અપાર મહામોહજળને અનંત અંતરાય છતાં ધીર રહી જે પુરુષ તર્યા તે શ્રી પુરુષ ભગવાનને નમસ્કાર.
(પૃ. ૨૫). 1 જ્ઞાનમય આત્મા જેમને પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને
નમન હો ! નમન હો ! (પૃ. ૫૮૫) [ સને અભેદભાવે નમોનમઃ. (પૃ. ૨૬૧) T સસ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર. (પૃ. ૨૫૬) | આનંદમૂર્તિ સ્વરૂપને અભેદભાવે ત્રણકાળ નમસ્કાર કરું છું. (પૃ. ૨૫૬) T સસ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ. (પૃ. ૨૨૯) D સસ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર. (પૃ. ૨૭૭) T સર્વાત્મસ્વરૂપને નમસ્કાર. (પૃ. ૨૮૦) D લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતાં છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે, એવા
જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ. (પૃ. ૩૫૫) પૂર્વપ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય
જેની દશા વર્તે છે, તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હો ! (પૃ. ૫૫૭) D વિષમભાવનાં નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગે વર્યા છે, વર્તે
છે, અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર.
(પૃ. ૫૬૩) I અપારવતુ સંસારસમુદ્રથી તારનાર એવા સદૂધર્મનો નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે
જ્ઞાનીપુરુષના ઉપકારને નમસ્કાર હો ! નમસ્કાર હો ! (પૃ. ૪૬૫) જ્ઞાનીઓની વાણી ‘નય’માં ઉદાસીન વર્તે છે, તે વાણીને નમસ્કાર હો ! (પૃ. ૨૬૬)