________________
૨૯૭
ધમે
| ધર્મ * 3 આત્મપરિણામની સહજસ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ધર્મ કહે છે. (પૃ. ૪૫૦) 2 આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ. આત્માનો સ્વભાવ તે ધર્મ. સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે ઘર્મ. સમ્યફ શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ; ત્યાં બંધનો અભાવ છે. સમ્યફજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યફચારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે. પદ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ. જે સંસારપરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. (શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાંથી)
(પૃ. ૭૬૧) D વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યો છે. (પૃ. ૨૦૭) D સંસારમાં અધોગતિમાં પડતો અટકાવી ધરી રાખનાર તે “ધર્મ”. (પૃ. ૨૦૭)
ધર્મતત્ત્વના સર્વજ્ઞ ભગવાને ભિન્ન ભિન્ન ભેદ કહ્યા છે. તેમાંના મુખ્ય બે છે – ૧. વ્યવહારધર્મ: વ્યવહારધર્મમાં દયા મુખ્ય છે. ચાર મહાવ્રતો તે પણ દયાની રક્ષા વાસ્તુ છે. દયાના
આઠ ભેદ છે : ૧. દ્રવ્યદયા. ૨. ભાવદયા. ૩. સ્વદયા. ૪. પરદયા. ૫. સ્વરૂપદયા. ૬. અનુબંધદયા. ૭. વ્યવહારદયા. ૮. નિશ્રયદયા. એ આઠ પ્રકારની દયા વડે કરીને વ્યવહારધર્મ ભગવાને કહ્યો છે. એમાં સર્વ જીવનું સુખ, સંતોષ,
અભયદાન એ સઘળું વિચારપૂર્વક જોતાં આવી જાય છે. ૨. નિશ્રયધર્મ : પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે ઓળખવો. આ સંસાર તે
મારો નથી, હું એથી ભિન્ન, પરમ અસંગ સિદ્ધસદ્ગશ શુદ્ધ આત્મા છું, એવી આત્મસ્વભાવવર્તના તે નિશ્રયધર્મ છે. જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યાં છે ત્યાં દયા નથી; અને દયા નથી ત્યાં ધર્મ નથી.
અહંતુ ભગવાનના કહેલા ધર્મતત્ત્વથી સર્વ પ્રાણી અભય થાય છે. (પૃ. ૨૪). 0 આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર) (પૃ. ૨૬૦) D ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે. (પૃ. ૨૬૬) 0 સધર્મ એટલે જ્ઞાની પુરુષોએ બોઘેલો ધર્મ. (પૃ. ૭૧૨). 2 અહંત પ્રણીત તત્ત્વ વૈરાગ્ય જ બોધે છે, તો તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું. (પૃ. ૯૯) p સન્દુરુષના અંતઃકરણે આચર્યો કિંવા કહ્યો તે ધર્મ. (પૃ. ૧૫૭)