________________
|
દ્રવ્ય (ચાલુ)
૨૯૬ કેટલાક સામાન્ય છે, કેટલાક વિશેષ છે. (પૃ. ૭૪૯) ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, શુભાશુભની મધ્યસ્થિતિ, એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. (પૃ. ૫૪૯).
પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. (પૃ. ૩૦૨) T સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ.
સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો (દો). પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો. પરદ્રવ્યની રમણતા
ત્વરાથી તજોપરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો. (પૃ. ૧૩) T દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં, પણ તે ક્યારે ? સ્વદ્રવ્ય દ્રવ્ય,
ક્ષેત્ર, કાળ, ભાવે યથાવસ્થિત સમજાયે, સ્વદ્રવ્ય સ્વરૂપપરિણામે પરિણમી અન્યદ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ
થઇ, કૃતકૃત્ય થયે કંઈ કર્તવ્ય રહેતું નથી; એમ ઘટે છે, અને એમ જ છે. (પૃ. ૩૮૫) 0 શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે. (પૃ. ૧૫૭)
જેમ જેમ નિજસ્વરૂપનો અનુભવ થાય છે, તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તે તેના અનુભવમાં
આવતું જાય છે. (પૃ. ૭૪૭) 1 વાચના (વાંચવું); પૃચ્છના (પૂછવું); પરિવર્તન (ફરી ફરી વિચારવું); ધર્મકથા (ધર્મવિષયની કથા
કરવી) એ ચાર દ્રવ્ય છે; અને અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમ ચાર જો અનુપ્રેક્ષા ન આવે તો દ્રવ્ય છે.
(પૃ. ૭૦૩) T સંબંધિત શિર્ષકો : કાળદ્રવ્ય, દ્રવ્ય-અનુયોગ