________________
ધર્મ (ચાલુ)
૨૯૮
ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. (પૃ. ૧૫૭)
D ઉપયોગ ત્યાં ધર્મ છે. (પૃ. ૧૩)
કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઇ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.
જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે બોધી જઉં છું. (પૃ. ૧૭૦) આત્માનો ધર્મ આત્મામાં જ છે. (પૃ. ૧૫૮)
પ્ર∞ જે ધર્મ ઉત્તમ છે, એમ કહો તેનો પુરાવો માગી શકાય ખરો કે ?
ઉ પુરાવો માગવામાં ન આવે અને ઉત્તમ છે એમ, વગર પુરાવે પ્રદિપાદન કરવામાં આવે તો તો અર્થ, અનર્થ, ધર્મ, અધર્મ સૌ ઉત્તમ જ ઠરે. પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે.
જે ધર્મ સંસાર પરિક્ષીણ કરવામાં સર્વથી ઉત્તમ હોય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ઉત્તમ, અને તે જ બળવાન છે. (પૃ. ૪૨૮)
અધોગતિમાં પડતા આત્માને ધરી રાખનાર જે વસ્તુ તેનું નામ ‘ધર્મ' કહેવાય છે. (પૃ. ૬૩-૪) બે પ્રકારે વહેંચાયેલો ધર્મ, તીર્થંકરે બે પ્રકારનો કહ્યો છે :-- ૧. સર્વસંગપરિત્યાગી, ૨. દેશપરિત્યાગી. (પૃ. ૨૦૫)
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો સત્પુરુષોનો ઉપદેશ છે. ‘ધર્મ’ને પહેલાં મૂકવાનો હેતુ એટલો જ છે કે, ‘અર્થ' અને ‘કામ’ એવાં હોવાં જોઇએ કે, ‘ધર્મ' જેનું મૂળ હોવું જોઇએ. (પૃ. ૨૦૭)
D ‘ઉત્તરાધ્યયન’માં ધર્મનાં મુખ્ય ચાર અંગ કહ્યાં છે (૧) મનુષ્યપણું. (૨) સત્પુરુષના વચનનું શ્રવણ. (૩) તેની પ્રતીતિ. (૪) ધર્મમાં પ્રવર્તવું. આ ચાર વસ્તુ દુર્લભ છે. (પૃ. ૭૫૬)
જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીનો ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે; ત્યાં સુધી આત્મામાં છળકપટ હોવાથી ધર્મ પરિણમતો નથી. ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. (પૃ. ૭૭૭) શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા ઇત્યાદિક સદ્ગુણોથી યોગ્યતા મેળવવી, અને કોઇ વેળા મહાત્માના યોગે, તો ધર્મ મળી રહેશે. (પૃ. ૩૩૫)
7 નિગ્રંથપ્રવચન, નિગ્રંથગુરુ ઇo ધર્મતત્ત્વ પામવાનાં સાધનો છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે. (પૃ. ૧૧૮)
— જે જ્ઞાનીપુરુષો ભૂતકાળને વિષે થઇ ગયા છે, અને જે જ્ઞાનીપુરુષો ભાવિકાળને વિષે થશે, તે સર્વ પુરુષોએ ‘શાંતિ’(બધા વિભાવપરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે)ને સર્વ ધર્મનો આધાર કહ્યો છે. (પૃ. ૩૯૧)
લોકને વિષે જે પદાર્થ છે તેના ધર્મ દેવાધિદેવે પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે; પદાર્થો તે ધર્મથી બહાર જઇ પ્રવર્તતા નથી; અર્થાત્ જ્ઞાનીમહારાજે પ્રકાશ્યું તેથી બીજી રીતે પ્રવર્તતા