________________
૨૮૫
દ્રષ્ટિરાગ આયુષ્ય સંપર્ણ છે તથા આપણે સંતતિ થાય તો તેઓ મોક્ષસાધન કરશે એવો નિશ્ચય કરી. સંતતિ થશે જ એવું માન્ય રાખી, પાછો આવો ને આવો ત્યાગ પ્રકાશિત થશે, એવું ભવિષ્ય કલ્પીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું કયો વિચારવાન એકાંતે યોગ્ય ગણે ? પોતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય, અને જ્ઞાની પુરુષ જેનો ત્યાગ કરવા યોગ્ય ગણતા હોય, તેણે બીજાં મનોરથમાત્ર કારણોનો અથવા અનિશ્ચિત કારણોનો વિચાર છોડી દઈ નિશ્રિત અને પ્રાપ્ત ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ ઉત્તમ છે, અને એ જ મનુષ્યપણાનું સાર્થક છે; બાકી વૃદ્ધિ આદિની તો કલ્પના છે; ખરેખરો મોક્ષમાર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યા જેવું કરીએ તો બને. (પૃ. ૫૧૩). લૌકિકદ્રષ્ટિ અને અલૌકિકદ્રષ્ટિમાં મોટો ભેદ છે. લૌકિકદ્રષ્ટિમાં વ્યવહારનું મુખ્યપણું છે, અને અલૌકિકદ્રષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર લૌકિકદ્રષ્ટિનો છે; પણ મનુષ્યને યથાતથ્ય યોગ થયે કલ્યાણનો અવશ્ય નિશ્ચય કરવો તથા પ્રાપ્તિ કરવી એ વિચાર અલૌકિકદ્રષ્ટિનો છે. (પૃ. ૫૧૪). અલૌકિકષ્ટિમાં તો મનુષ્યની હાનિ વૃદ્ધિ આદિનો મુખ્ય વિચાર નથી; કલ્યાણ અકલ્યાણનો મુખ્ય વિચાર છે. એક રાજા જો અલૌકિક દ્રષ્ટિ પામે તો પોતાના મોહે હજારો મનુષ્યપ્રાણીનો યુદ્ધમાં નાશ થવાનો હેતુ દેખી ઘણી વાર વગર કારણે તેવાં યુદ્ધો ઉત્પન્ન ન કરે, તેથી ઘણા માણસોનો બચાવ થાય અને તેથી વંશવૃદ્ધિ થઈ ઘણા માણસો વધે એમ પણ વિચાર કેમ ન લઈ શકાય? ઇન્દ્રિયો અતૃપ્ત હોય, વિશેષ મોહપ્રધાન હોય, મોહવૈરાગ્યે માત્ર ક્ષણિક વૈરાગ્ય ઊગ્યો હોય અને યથાતથ્ય સત્સંગનો જોગ ન હોય તો તેને સાધુપણું આપવું પ્રાયે પ્રશસ્ત કહી ન શકાય, એમ કહીએ તો વિરોધ નહીં; પણ ઉત્તમ સંસ્કારવાળા અને મોહાંધ, એમણે સર્વેએ ગૃહસ્થાશ્રમ ભોગવીને જ ત્યાગ કરવો એવો પ્રતિબંધ કરતાં તો આયુષ્યાદિનું અનિયમિતપણું, પ્રાપ્ત જોગે તેને દૂર કરવાપણું એ આદિ ઘણા વિરોધથી મોક્ષસાધનનો નાશ કરવા બરાબર થાય, અને જેથી ઉત્તમપણું ઠરતું હતું તે ન થયું તો પછી મનુષ્યપણાનું ઉત્તમપણે પણ શું છે ? એ આદિ અનેક પ્રકારે વિચાર કરવાથી લૌકિકદ્રષ્ટિ ટળી
અલૌકિકષ્ટિએ વિચાર જાગૃતિ થશે. (પૃ. ૫૧૫) 1 લૌકિક દૃષ્ટિમાં વૈરાગ્ય, ભક્તિ નથી. (પૃ. ૭૧૦) | દૃષ્ટિભ્રમ || મોટા આશ્રર્યને પમાડનારાં એવાં જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય
પ્રકારે પણ જેમ જીવોની દ્રષ્ટિમાં આવતા નથી, અને પોતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો તેને વિષે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહંત વર્તે છે, એ જોઇ એમ થાય છે કે લોકોને દ્રષ્ટિભ્રમ-અનાદિકાળનો-મટ્યો નથી; જેથી મટે એવો જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી; અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ
ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે, એમ જાણો. (પૃ. ૩૩૬) દ્રિષ્ટિરાગ | D વર્તમાનમાં વૃષ્ટિરાગાનુસારી માણસો વિશેષપણે છે. (પૃ. ૭૭૧)