________________
દૃષ્ટિ, આધ્યાત્મિક (ચાલુ)
૨૮૪
સિદ્ધસ્વરૂપ પણ એ જ ભાવથી નિદિધ્યાસન થવા યોગ્ય છે, સંપ્રાપ્ત થવા યોગ્ય જણાય છે. લોક શબ્દનો અર્થ, અનેકાંત શબ્દનો અર્થ આધ્યાત્મિક છે. (પૃ. ૫૨૨)
દૃષ્ટિ, એવંભૂત
D એવંભૂત દૃષ્ટિથી ૠજુસૂત્ર સ્થિતિ કર. નૈગમ દૃષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કર. સંગ્રહ દૃષ્ટિથી એવંભૂત થા. વ્યવહાર દૃષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. શબ્દ સૃષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. સમભિરૂઢ દૃષ્ટિથી એવંભૂત અવલોક. એવંભૂત દૃષ્ટિથી એવંભૂત (પૃ. ૮૨૨-૩)
થા.
દૃષ્ટિ, લૌકિક - અલૌકિક
ઋજુસૂત્ર દૃષ્ટિથી એવંભૂત સ્થિતિ કર. એવંભૂત દૃષ્ટિથી નૈગમ વિશુદ્ધ કર. એવંભૂત દૃષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર. એવંભૂત દૃષ્ટિથી વ્યવહાર વિનિવૃત કર. એવંભૂત દૃષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર. એવંભૂત દૃષ્ટિથી સમભિરૂઢ સ્થિતિ કર. એવંભૂત સ્થિતિથી એવંભૂત દૃષ્ટિ શમાવ.
લૌકિક દૃષ્ટિ અને અલૌકિક (લોકોત્તર) દૃષ્ટિમાં મોટો ભેદ છે, અથવા એકબીજી દૃષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દષ્ટિમાં વ્યવહાર (સાંસારિક કારણો) નું મખ્યપણું છે, અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. માટે અલૌકિક ક્રુષ્ટિને લૌકિક ઢષ્ટિના ફળની સાથે પ્રાયે (ઘણું કરીને) મેળવવી યોગ્ય નહીં. (પૃ. ૫૧૨)
– મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિકવૃષ્ટિનો છે, પણ તે દેહ પામીને અવશ્ય મોક્ષસાધન કરવું, અથવા તે સાધનનો નિશ્ચય ક૨વો, એ વિચાર મુખ્યપણે અલૌકિકદૃષ્ટિનો છે.
અલૌકિકદૃષ્ટિમાં મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી, તેથી મનુષ્યાદિનો નાશ ક૨વો એમ તેમાં આશય રહે છે, એમ સમજવું ન જોઇએ. લૌકિકદૃષ્ટિમાં તો યુદ્ધાદિ ઘણા પ્રસંગમાં હજારો મનુષ્યો નાશ પામવાનો વખત આવે છે, અને તેમાં ઘણા વંશરહિત થાય છે, પણ પરમાર્થ એટલે અલૌકિકવૃષ્ટિનાં તેવાં કાર્ય નથી, કે જેથી તેમ થવાનો ઘણું કરીને વખત આવે, અર્થાત્ એ સ્થળે અલૌકિકષ્ટિથી નિર્દેરતા, અવિરોધ, મનુષ્યાદિ પ્રાણીની રક્ષા અને તેમના વંશનું રહેવું એ સહેજ બને છે; અને મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવાનો જેનો હેતુ છે, એવી લૌકિકવૃષ્ટિ ઊલટી તે સ્થળે વૈર, વિરોધ, મનુષ્યાદિ પ્રાણીનો નાશ અને વંશરહિતપણું કરનારી થાય છે.
અલૌકિકવૃષ્ટિ પામીને અથવા અલૌકિકદૃષ્ટિથી અસરથી કોઇ પણ મનુષ્ય નાની વયમાં ત્યાગી થાય તો તેથી જે ગૃહસ્થાશ્રમપણું પામ્યા ન હોય તેના વંશનો અથવા ગૃહસ્થાશ્રમપણું પામ્યા હોય અને પુત્રોત્પત્તિ ન થઇ હોય તેના વંશનો નાશ થવાનો વખત આવે, અને તેટલાં મનુષ્યો ઓછાં જન્મવાનું થાય, જેથી મોક્ષસાધનના હેતુભૂત એવા મનુષ્યદેહની પ્રાપ્તિ અટકાવવા જેવું બને, એમ લૌકિકદૃષ્ટિથી યોગ્ય લાગે; પણ પરમાર્થવૃષ્ટિથી તે ઘણું કરીને કલ્પનામાત્ર લાગે છે. (પૃ. ૫૧૨)
D ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે તેથી મોક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દૃષ્ટિથી યોગ્ય દેખાય, પણ તથારૂપ ત્યાગવૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયે, મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે, તે યોગનો અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરવો, તે વિચાર તો પૂર્વાપર અવિરુદ્ધ અને ૫૨માથદૃષ્ટિથી સિદ્ધ કહેવાય.