________________
૨૮૩
દૃષ્ટિ, આધ્યાત્મિક જ્ઞાની પુરુષોએ જાણ્યો નથી. (પૃ. ૪૮૩) D ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે; એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં
આત્યંતિક એવા સર્વ દુ:ખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. (પૃ. ૬૫૨).
વૃષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે; અને દેખાયાથી ક્ષય થઈ શકે. (પૃ. ૨૩૬).
સર્વજ્ઞદેવ, નિગ્રંથ ગુરુ, દયા મુખ્ય ધર્મ, - શુદ્ધ આત્મવૃષ્ટિ થવાનાં અવલંબન છે. (પૃ. ૧૮૬) D નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દ્રષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં જાય છે,
અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. એ જ દ્રષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. (પૃ. ૨૩૨) . p જગત જેમ છે તેમ તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ. (પૃ. ૧૫૭) T સમ્યફ પ્રકારે વિશ્વ ભણી દ્રષ્ટિ કરું. (પૃ. ૧૩૭).
વ્યતીત રાત્રિ અને ગઇ જિંદગી પર દૃષ્ટિ ફેરવી જાઓ. (પૃ. ૩)
જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. (પૃ. ૩) D જો તું સમજણો બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર.
જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ઘર્મકરણીને સંભાર; - દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ
ભણી દૃષ્ટિ કર. (પૃ. ૪) D તેવી (સન્માર્ગરૂપ આચારવિચારમાં) શિથિલતા તો ટાળ્યા વિના હિતકારી માર્ગ પમાય નહીં, એમ અમારી દૃષ્ટિ છે. (પૃ. ૪૦૪)
'बिना नयन पावे नहीं बिना नयनकी बात' એ વાક્યનો સ્પષ્ટ હેતુ મુખ્ય આત્મદ્રષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કષાર્થે એ વાક્ય છે. સમાગમના યોગે સ્પષ્ટાર્થ સમજાવા યોગ્ય છે. ‘બિના નયન' આદિ વાક્યનો સ્વકલ્પનાથી કંઈ પણ વિચાર ન કરતાં, અથવા શુદ્ધ ચૈતન્યદ્રષ્ટિ પ્રત્યેનું વલણ તેથી વિક્ષેપ ન પામે એમ વર્તવું યોગ્ય છે. (પૃ. ૩૬) g સંબંધિત શિર્ષકો : જ્ઞાનીની દૃષ્ટિ, લોકવૃષ્ટિ, પરમાર્થદ્રષ્ટિ, સ્વરૂપવૃષ્ટિ વૃિષ્ટિ, આધ્યાત્મિક |
ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દૃષ્ટિથી સિદ્ધ થવા યોગ્ય છે. ચક્રવર્યાદિનું સ્વરૂપ પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી સમજાય એવું છે. મનુષ્ય-ઊંચત્વ પ્રમાણાદિમાં પણ તેવો સંભવ છે. કાળ પ્રમાણાદિ પણ તે જ રીતે ઘટયમાન છે. નિગોદાદિ પણ તે જ રીતે ઘટયમાન થવા યોગ્ય છે.
'