________________
દૃષ્ટિરાગ (ચાલુ)
દૃષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે. (પૃ. ૮૨૨)
E સંબંધિત શિર્ષક : રાગ
દૃષ્ટિવિષ
દૃષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી. (પૃ. ૭૯૫)
દેવ
આત્મા જેવો કોઇ દેવ નથી. (પૃ. ૧૫૯)
દેવ કોણ ? વીતરાગ. (પૃ. ૬૭૧)
૨૮૬
જ્ઞાનમય આત્મા જેમને ૫૨મોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હો ! નમન હો ! (પૃ. ૫૮૫)
જીવને મતિકલ્પનાથી એમ ભાસે કે મને દેવતાનાં દર્શન થાય છે, મારી પાસે દેવતા આવે છે, મને દર્શન થાય છે. દેવતા એમ દેખાવ ન દે. (પૃ. ૬૬૩)
સાચા દેવનું, સાચા ગુરુનું, સાચા ધર્મનું ઓળખાણ થવું બહુ મુશ્કેલ છે. સાચા ગુરુનું ઓળખાણ થાય, તેનો ઉપદેશ હોય, તો દેવ, સિદ્ધ, ધર્મ એ બધાનું ઓળખાણ થાય. બધાનું સ્વરૂપ સદ્ગુરુમાં સમાય. સાચા દેવ અદ્વૈત, સાચા ગુરુ નિગ્રંથ, સાચા હરિ રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ગયાં છે તે. (પૃ. ૭૨૬)
દેવ, ગુરુ, તત્ત્વ, અથવા ધર્મ અથવા પરમાર્થને તપાસવાના ત્રણ પ્રકાર છે :- (૧) કસ, (૨) છેદ, અને (૩) તાપ. એમ ત્રણ પ્રકારે કસોટી થાય છે. સોનાની કસોટીને દૃષ્ટાંતે. (ધર્મબિંદુ ગ્રંથમાં છે.) પહેલા અને બીજા પ્રકારે કોઇમાં મળતાપણું આવે, પરંતુ તાપની વિશુદ્ધ કસોટીએ શુદ્ધ જણાય તો તે દેવ, ગુરુ અને ધર્મ ખરા ગણાય. (પૃ. ૭૭૮)
પરમ સત્ રિબાતું હોય તો તેવા વિશિષ્ટ પ્રસંગે સભ્યષ્ટિ દેવતા સાર-સંભાળ કરે; પ્રગટ પણ આવે. પણ બહુ જૂજ પ્રસંગમાં. યોગી કે તેવી વિશિષ્ટ શક્તિવાળા તેવા પ્રસંગે સહાય કરે. (પૃ. ૬૬૩) દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ, જળચર, સ્થલચર અને ખેચ૨ તે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણે છે; તે બળવાન ‘પાંચ ઇન્દ્રિયવાળા જીવો' છે. દેવતાના ચાર નિકાય છે. (પૃ. ૫૯૩)
દેવતાને હીરામાણેક આદિ પરિગ્રહ વધારે છે. તેમાં અતિશય મમતા મૂર્છા હોવાથી ત્યાંથી ચવીને તે હીરા આદિમાં એકેન્દ્રિયપણે અવતરે છે. (પૃ. ૭૩૫)
— સંબંધિત શિર્ષકો : અર્હત, ઇશ્વર, જિન, તીર્થંકર, ભગવાન, મહાત્મા, મોટાપુરુષ, વીતરાગ, સન્દેવ, સત્પુરુષ, સિદ્ધ
દેવું
ધીરનાર મળે પણ તમે દેવું વિચારીને કરજો. ધીરનાર વ્યાજનાં વ્યાજ લેવા ધીરે પણ તે ઉ૫૨ તમે ખ્યાલ રાખો. તું દેવાનો ખ્યાલ નહીં રાખે તો પછી પસ્તાવો પામીશ.
દ્રવ્યદેવું આપવાની ફિકર રાખો છો તે કરતાં ભાવદેવું આપવા વધારે ત્વરા રાખો. દેવું આપવા વધારે