________________
તત્ત્વ (ચાલુ)
૨૫૦ જે વચનામૃતો મુખપાઠ કર્યા હોય તે અર્થ સહિત હોય તો બહુ ઉપયોગી થઈ પડે; નહીં તો પોપટવાળું રામનામ. પોપટને કોઇ પરિચયે રામનામ કહેતાં શીખવાડે; પરંતુ પોપટની બલા જાણે કે રામ તે દાડમ કે દ્રાક્ષ. સામાન્યાર્થ સમજ્યા વગર એવું થાય છે. કચ્છી વૈશ્યોનું દૃષ્ટાંત એક કહેવાય છે તે કંઇક હાસ્યયુક્ત છે ખરું, પરંતુ એમાંથી ઉત્તમ શિક્ષા મળી શકે તેમ છે; એટલે અહીં કહી જઉં છું. કચ્છના કોઇ ગામમાં શ્રાવક ધર્મ પાળતા રાયશી, દેવશી અને ખેતશી એમ ત્રણ નામધારી ઓશવાળ રહેતા હતા. નિયમિત રીતે તેઓ સંધ્યાકાળે, અને પરોઢિયે પ્રતિક્રમણ કરતા હતા. પરોઢિયે રાયશી અને સંધ્યાકાળે દેવશી પ્રતિક્રમણ કરાવતા હતા. રાત્રિ સંબંધી પ્રતિક્રમણ રાયશી કરાવતો; અને સંબંધે રાયશી પડિક્કમણું થાયમિ', એમ તેને બોલાવવું પડતું; તેમજ દેવશીને ‘દેવસી પડિક્કમણું ઠાર્યામિ', એમ સંબંધ હોવાથી બોલાવવું પડતું. યોગાનુયોગે ઘણાના આગ્રહથી એક દિવસ સંધ્યાકાળે ખેતશીને બોલાવવા બેસાર્યો. ખેતશીએ જ્યાં “દેવસી પડિક્કમણું ઠાર્યામિ', એમ આવ્યું, ત્યાં “ખેતશી પડિક્કમણું ઠાયમિ', એ વાક્યો લગાવી દીધાં! એ સાંભળી બધા હાસ્યગ્રસ્ત થયા અને પૂછયું, આમ કાં? ખેતશી બોલ્યો: વળી આમ તે કેમ ! ત્યાં ઉત્તર મળ્યો કે, “ખેતશી પડિકમણું થાયમિ' એમ તમે કેમ બોલો છો ? ખેતશીએ કહ્યું હું ગરીબ છું એટલે મારું નામ આવ્યું ત્યાં પાધરી તકરાર લઇ બેઠા, પણ રાયશી અને દેવશી માટે તો કોઈ દિવસ કોઈ બોલતા પણ નથી. એ બન્ને કેમ “રાયશી પડિકમણું ઠાર્યામિ' અને દેવસી પડિક્કમણું થાયમિ” એમ કહે છે તો પછી હું “ખેતશી પડિક્કમણું ઠાર્યામિ' એમ કાં ના કહું ? એની ભદ્રિક્તાએ તો બધાને વિનોદ ઉપજાવ્યો; પછી અર્થની કારણ સહિત સમજણ પાડી; એટલે ખેતશી પોતાના મુખપાઠી પ્રતિક્રમણથી શરમાયો. આ તો એક સામાન્ય વાર્તા છે; પરંતુ અર્થની ખૂબી ન્યારી છે. તત્ત્વજ્ઞ તે પર બહુ વિચાર કરી શકે. બાકી તો ગોળ ગળ્યો જ લાગે, તેમ નિગ્રંથવચનામૃતો પણ સલ્ફળ જ આપે. અહો ! પણ મર્મ પામવાની
વાતની તો બલિહારી જ છે ! (પૃ. ૭૬-૭) D જેમ વિવેક એ ધર્મનું મૂળતત્ત્વ છે, તેમ યત્ના એ ધર્મનું ઉપતત્ત્વ છે. વિવેકથી ધર્મતત્ત્વ ગ્રહણ કરાય છે અને યત્નાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે, તે પ્રમાણે વર્તન કરી શકાય છે. (પૃ. ૭૭)
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એ પર જીવ વિચાર કરે તો તેને નવે તત્ત્વનો, તત્ત્વજ્ઞાનનો સંપૂર્ણ બોધ મળી જાય એમ છે. એમાં તત્ત્વજ્ઞાન સંપૂર્ણ સમાવેશ પામે છે. શાંતિપૂર્વક, વિવેકથી વિચારવું જોઇએ. (પૃ. ૨૪). દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્વપ્રતીતિ સમ્યક્રપણે
ઉત્પન્ન થાય છે. તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. (પૃ. ૬૪૨) T સર્વજ્ઞદેવ, નિગ્રંથગુરુ અને સર્વજ્ઞોપદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્ત્વપ્રતીતિ પ્રાપ્ત થાય છે. (પૃ. ૫૮૫)
દેવ, ગુરુ, તત્ત્વ, અથવા ધર્મ અથવા પરમાર્થને તપાસવાના ત્રણ પ્રકાર છે :(૧) કસ, (૨) છેદ, અને (૩) તાપ. એમ ત્રણ પ્રકારે કસોટી થાય છે. સોનાની કસોટીને દ્રષ્ટાંતે. (ધર્મબિંદુ ગ્રંથમાં છે.) પહેલા અને બીજા પ્રકારે કોઇમાં મળતાપણું આવે, પરંતુ તાપની વિશુદ્ધ કસોટીએ શુદ્ધ જણાય તો તે દેવ, ગુરુ અને ધર્મ ખરા ગણાય. (પૃ. ૩૭૮)