________________
T સંબંધિત શિર્ષકો : નવતત્ત્વ
તપ
૨૫૧
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર) (પૃ. ૨૬૦) D તપના બાર પ્રકારમાં છ બાહ્ય અને છ અત્યંતર પ્રકાર છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ છ બાહ્ય તપ છે; પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અત્યંતર તપ છે. (પૃ. ૫૫)
(૧) અંતવૃત્તિ થાય તે.
(૨) એક આસને કાયાને બેસાડવી તે.
તપ
તપ વગેરે કરવાં તે કાંઇ મહાભારત વાત નથી; માટે તપ કરનારે અહંકાર કરવો નહીં. તપ એ નાનામાં નાનો ભાગ છે. ભૂખે મરવું ને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય; અને તો મોક્ષગતિ થાય. બાહ્ય તપ શરીરથી થાય. તપ છ પ્રકારે:
(૩) ઓછો આહાર કરવો તે.
(૪) નીરસ આહા૨ ક૨વો અને વૃત્તિઓ ઓછી ક૨વી તે.
(૫) સંલીનતા.
(૬) આહારનો ત્યાગ તે.
બાર પ્રકારે તપ કહ્યું છે. તેમાં આહાર ન કરવો તે તપ જિહ્નાઇન્દ્રિય વશ કરવાનો ઉપાય જાણીને કહ્યો છે. જિહ્નાઇન્દ્રિય વશ કરી, તો બધી ઇન્દ્રિયો વશ થવાનું નિમિત્ત છે. ઉપવાસ કરો તેની વાત બહાર ન કરો; બીજાની નિંદા ન કરો; ક્રોધ ન કરો; જો આવા દોષો ઘટે તો મોટો લાભ થાય.
તપાદિ આત્માને અર્થે ક૨વાનાં છે; લોકોને દેખાડવા અર્થે કરવાનાં નથી. કષાય ઘટે તેને ‘તપ’ કહ્યું છે. લૌકિકવૃષ્ટિ ભૂલી જવી. (પૃ. ૭૧૮)
D તપશ્ચર્યા બાર પ્રકારે કહી છે. આહાર નહીં લેવો એ વગેરે બાર પ્રકાર છે. સત્ સાધન કરવા માટે જે કંઇ બતાવ્યું હોય તે સાચા પુરુષના આશ્રયે તે પ્રકારે કરવું. પોતાપણે વર્તવું તે જ સ્વચ્છંદ છે એમ કહ્યું છે. (પૃ. ૬૯૬)
D મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ એ ત્રણ તપનાં પેટાં પાડયાં છે. તે પણ ખરાં છે. આમ કરવાથી ઊપજતા સઘળા વિકારો શાંત થતા થતા કાળે કરીને લય થઇ જાય છે. તેથી કરીને બંધાતી કર્મજાળ અટકી પડે છે. વૈરાગ્ય સહિત ધર્મ પણ પાળી શકાય છે. અને અંતે એ મહાન સુખપ્રદ નીવડે છે. જો ! એનો આ સિદ્ધાંત પણ કેવો ઉત્કૃષ્ટ છે ! (પૃ. ૨૫)
દ્વાદશ પ્રકારનાં તપ વડે કરી કર્મઓઘને બાળીને ભસ્મીભૂત કરી નાંખીએ, તેનું નામ નિર્જરા ભાવના કહેવાય છે. પૃ. ૫૫)
D મહાવીર પ્રભુ જે વાટથી તર્યા અને જેવો તપ કર્યો તેવો નિર્મોહપણે તપ કરવો. (પૃ. ૧૩)
D સૃષ્ટિલીલામાં શાંતભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. (પૃ. ૧૫૭)
મૂળમાં અત્યંતરગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં.