________________
| જ્ઞાન (ચાલુ)
૨૧૬ D ભણેલું ભૂલ્ય છૂટકો છે. ભૂલ્યા વિના વિકલ્પ દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે. (પૃ. ૬૬૩)
અમુક વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ એમ કહેવામાં આવે છે; પણ તેનો પુરુષાર્થ કરવામાં આવતો નથી તેથી વ્યવચ્છેદ ગઈ કહે છે, યદ્યપિ જો તેનો સાચો, જેવો જોઈએ તેવો પુરુષાર્થ થાય તો તે ગુણો પ્રગટે એમાં સંશય નથી. અંગ્રેજોએ ઉદ્યમ કર્યો તો હુન્નરો તથા રાજ્ય પ્રાપ્ત કર્યા; અને હિંદુસ્તાનવાળાએ ઉદ્યમ ના કર્યો તો પ્રાપ્ત કરી શક્યા નહીં, તેથી વિદ્યા (જ્ઞાન) વ્યવરચ્છેદ ગઈ કહેવાય નહીં. (પૃ. ૭૬૬) આત્માને જ્ઞાનગુણનો સંબંધ છે, અને તેથી આત્મા જ્ઞાની છે એમ નથી; પરમાર્થથી બન્નેનું અભિન્નપણું
પુરુષની પાસે ધન હોય તેનું ધનવંત એવું નામ કહેવાય; તેમ આત્માની પાસે જ્ઞાન છે તેથી જ્ઞાનવંત એવું નામ કહેવાય છે. એમ ભેદ અભેદનું સ્વરૂપ છે, જે સ્વરૂપ બન્ને પ્રકારથી તત્ત્વજ્ઞો જાણે છે. જ્ઞાનનો સંબંધ થવાથી આત્મા જ્ઞાની થાય છે એવો સંબંધ માનવાથી આત્મા અને અજ્ઞાન, જડત્વનો ઐકયભાવ થવાનો પ્રસંગ આવે. દર્શન અને જ્ઞાન પણ જીવથી અનન્યભૂત છે. વ્યવહારથી તેનો આત્માથી ભેદ કહેવાય છે. (પૃ. ૫૮૯) સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે. (પૃ. ૪૪૬)
ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે. (પૃ. ૬પ૩) [1 કર્મની વર્ગણા જીવને દૂધ અને પાણીના સંયોગની પેઠે છે. અગ્નિના પ્રયોગથી પાણી ચાલ્યું જઈ દૂધ
બાકી રહે છે તે રીતે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મવર્ગા ચાલી જાય છે. (મૃ. ૭00) તે જ્ઞાન જે કામ કરે છે તે અદ્ભુત છે. (પૃ. ૭૨૫) D દેહધારી જીવમાં અધ્યવસાય વર્તાય, સંકલ્પ વિકલ્પ ઊભા થાય, પણ જ્ઞાનથી નિર્વિકલ્પપણું થાય.
અધ્યવસાયનો ક્ષય જ્ઞાનથી થાય છે. ધ્યાનનો હેતુ એ જ છે. ઉપયોગ વર્તતો હોવો જોઈએ. (પૃ. ૭૦૫) T સમવસરણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. લાખ સમોવસરણ હોય, પણ
જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય નહીં. જ્ઞાન હોય તો કલ્યાણ થાય. (પૃ. ૭૨૨). J જે જ્ઞાન કરીને ભવાંત થાય છે, તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ તે જ્ઞાન, સ્વરૂપે તો
અત્યંત સુગમ છે, એમ જાણીએ છીએ. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઇએ છે, તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી કઠણ છે; અને એ પ્રાપ્ત થવાનાં જે બે કારણ તે મળ્યા વિના જીવને અનંતકાળ થયાં રખડવું પડ્યું છે, જે બે કારણ મળ્યું મોક્ષ હોય છે. (પૃ. ૩૨૨). જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઊઘડી જાય; કેટલાંય તાળાં ઊઘડી જાય.
કૂંચી હોય તો તાળું ઊઘડે; બાકી પહાણા માર્યું તો તાળું ભાંગી જાય. (પૃ. ૭૩૩) I જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભકિતએ નમસ્કાર હો. (પૃ. ૪૬૨)
અનંત કાળથી જે જ્ઞાન ભવતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક્દર્શનને નમસ્કાર. (પૃ. ૨૫)