________________
૨૧૭
જ્ઞાનનાં પ્રકાર | D જે જ્ઞાન મહા નિર્જરાનો હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ
ઘણું કરી પરિણમે છે. (પૃ. ૫૫૯) D જે જ્ઞાન કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો, તે જ્ઞાન “અજ્ઞાન” કહેવા યોગ્ય
છે. (પૃ. ૬૪૭) I આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે વર્તે તે “અધ્યાત્મજ્ઞાન'. (પૃ. ૭૦૪)
કંઈ પણ વિશેષપણે જાણવું તે ‘વિજ્ઞાન”. (પૃ. ૫૭૦) મિથ્યાત્વસહિત અતીન્દ્રિયજ્ઞાન હોય તે વિભંગજ્ઞાન”. (પૃ. ૫૭૦) અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે જીવને વિષે અપ્રમાદપણે નિશ્ચય થાય છે, ત્યારે “સલ્તાન' સમજાય
છે; તે પહેલાં પ્રાપ્ત થયેલ બોધને ઘણા પ્રકારના અંતરાય હોય છે. (પૃ. ૩૩૮). I માર્ગની જેને ઇચ્છા ઉત્પન્ન થઈ છે, તેણે એ બધાનું સાધારણ જ્ઞાન વાંચવું, વિચારવું; બાકીમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. સાધારણ જ્ઞાનનો અર્થ આ ઠેકાણે એવો કરવો કે બધાં શાસ્ત્રમાં વર્ણવતાં અધિક
જુદાઈ ન પડી હોય તેવું જ્ઞાન. (પૃ. ૩૦૨). T સંબંધિત શિર્ષકો : આત્મજ્ઞાન, ઉપદેશજ્ઞાન, જાતિસ્મરણજ્ઞાન, નિરાવરણજ્ઞાન, બીજજ્ઞાન, શ્રુતજ્ઞાન,
સમ્યફજ્ઞાન | જ્ઞાનનાં પ્રકાર છે D જ્ઞાન બે પ્રકારનાં છે :- એક બીજભૂત જ્ઞાન; અને બીજું વૃક્ષભૂત જ્ઞાન. પ્રતીતિએ બન્ને સરખાં છે;
તેમાં ભેદ નથી. વૃક્ષભૂત જ્ઞાન, કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મોક્ષ થાય; અને બીજભૂત
જ્ઞાન થાય ત્યારે છેવટે પંદર ભવે મોક્ષ થાય. (પૃ. ૭૦૮). D જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઇન્દ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મપ્રત્યક્ષ. આત્મા ઇન્દ્રિયોની સહાય વડે કરી એટલે આંખ, કાન, જિળાદિક વડે જાણે દેખે તે ઇન્દ્રિયપ્રત્યક્ષ છે. વ્યાઘાત અને આવરણના કારણને લઈને ઇન્દ્રિયપ્રત્યક્ષ ન હોય તેથી આત્મપ્રત્યક્ષને બાધ નથી. જ્યારે આત્માને પ્રત્યક્ષ થાય છે ત્યારે ઇન્દ્રિયપ્રત્યક્ષ સ્વયમેવ થાય છે, અર્થાત્ ઇન્દ્રિયપ્રત્યક્ષનું
જે આવરણ તે દૂર થયે જ આત્મપ્રત્યક્ષ છે. (પૃ. ૭૬૦) T સર્વજ્ઞ ભગવાને મુખ્ય પાંચ ભેદ કહ્યા છે. તે જેમ છે તેમ કહું છું. પ્રથમ મતિ, દ્વિતિય, ઋત, તૃતીય
અવધિ, ચતુર્થ મન:પર્યવ અને પાંચમું સંપૂર્ણ સ્વરૂપ કેવળ. (પૃ. ૧૧૬) જિનાગમમાં મતિ શ્રત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી. અવધિ, મન:પર્યવાદિ જ્ઞાન વર્તમાનકાળમાં વ્યવચ્છેદ જેવાં લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્રપર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઊપજે છે. વર્તમાનકાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કેમકે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમોહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળસહિત વર્તતું જોવામાં આવે છે. સામાન્ય આત્મચારિત્ર પણ કોઇક જીવને વિષે વર્તવા યોગ્ય છે, તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ,