________________
૨૧૫
જ્ઞાન (ચાલુ) | ભકિત તો એ જ છે કે, એવી દશા આવ્ય અધિક પ્રસન્ન રહેવું. માત્ર બીજા જીવોને કચવાયાનું કારણ આત્મા થાય ત્યાં ચિંતા સહજ કરવી. દૃઢજ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે. (પૃ. ૨૫૪). n શાતાશીલિયું વર્તન રાખ્યું હોય, અને અશાતા આવે, તો તે અદુઃખભાવિત જ્ઞાન મંદ થાય છે. (પૃ. ૭૧૮) અશાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે. (પૃ. ૭૬૯) આ કાળને વિષે જ્ઞાન ક્ષીણ થયું છે, અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે, અને જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા, નાણાંની પેઠે. જ્યાં નાણું ઘટયું ત્યાં કંકાસ વધારે, અને જ્યાં નાણું વધ્યું ત્યાં કંકાસ ઓછા હોય છે. (પૃ. ૭૩૯) શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતાં ઘણો વખત જાય.
જ્યારે એક માત્ર શાંતપણું સેવાથી તરત પ્રાપ્ત થાય છે. (પૃ. ૭૬૪-૫). D ભકિત, પ્રેમરૂપ વિના જ્ઞાન શુન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટકયું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભકિત ઇચ્છવી એ પરમ ફળ છે. (પૃ. ૨૯૫) જેમ દીવો જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે, તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થપ્રકાશક હોય છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે. દીવો દ્રવ્યપ્રકાશક છે, અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બન્નેને પ્રકાશક છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહજે દેખાઈ રહે છે; તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. આરસો, દીવો, સૂર્ય, અને ચક્ષુ જેમ પદાર્થપ્રકાશક છે, તેમ જ્ઞાન પણ પદાર્થપ્રકાશક છે. (પૃ. ૪૬૦) ‘જ્ઞાન એહિ જ આત્મા’ એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહારથી તો એ જ્ઞાન અવરાયેલું છે. (પૃ. ૬૬૩) T સ્ત્રી, પરિગ્રહાદિને વિષે જેટલો મૂચ્છભાવ રહે છે તેટલું જ્ઞાનનું તારતમ્ય ન્યૂન છે, એમ શ્રી તીર્થકરે
નિરૂપણ કર્યું છે. સંપૂર્ણજ્ઞાનમાં તે મૂર્છા હોતી નથી. (પૃ. ૬૮૧) D સ્ત્રી, પુત્ર, પરિગ્રહાદિ ભાવો પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી જો એવી ભાવના રહે કે જ્યારે ઇચ્છીશ ત્યારે
આ સ્ત્રીઆદિ પ્રસંગ ત્યાગી શકીશ તો તે મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી; અર્થાત મૂળ જ્ઞાનમાં જોકે ભેદ પડે નહીં, પણ આવરણરૂપ થાય. (પૃ. ૬૮૩)
જ્ઞાન વિના સમ્યક્ત્વનો વિચાર સૂઝતો નથી. (પૃ. ૭૩૯) D અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટયા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ
શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે. (પૃ. ૪૫૨) 1 જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે; એકલાં ન હોય. (પૃ. ૭૬૨) D મુમુક્ષુએ જો કોઈ સત્પરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર
તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ થાય છે. (પૃ. ૫૧૬-૭)