________________
જગત
જગત
જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં. (પૃ. ૩૦૭)
૧૮૮
જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત ક૨વામાં જશે,તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જોવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઇ શકાશે. (પૃ. ૧૬૯)
જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઇ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે. (પૃ. ૨૯૯)
ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સત્તા ચરણમાં રહેવું. (પૃ. ૩૦૬)
દેવદેવીની તુષમાનતાને શું કરીશું ? જગતની તુષમાનતાને શું કરીશું ? તુષમાનતા સત્પુરુષની ઇચ્છો. (પૃ. ૧૫૭)
મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. (પૃ. ૧૫૬)
પ્રથમ ત્રણ કાળને મૂઠીમાં લીધો, એટલે મહાવીર દેવે જગતને આમ જોયું –
તેમાં અનંત ચૈતન્યાત્માઓ મુક્ત દીઠા. અનંત ચૈતન્યાત્માઓ બદ્ધ દીઠા. અનંત મોક્ષપાત્ર દીઠા. અનંત મોક્ષઅપાત્ર દીઠા. અનંત અધોગતિમાં દીઠા. ઊર્ધ્વગતિમાં દીઠા. તેને પુરુષાકારે જોયું. જડ ચૈતન્યાત્મક જોયું. (પૃ. ૨૩૨)
વર્તમાનકાળની પેઠે આ જગત સર્વકાળ છે. પૂર્વકાળે તે ન હોય તો વર્તમાનકાળે તેનું હોવું પણ હોય નહીં. વર્તમાનકાળે છે તો ભવિષ્યકાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં. પદાર્થમાત્ર પરિણામી હોવાથી આ જગત પર્ચાયાંતર દેખાય છે; પણ મૂળપણે તેનું સદા વર્તમાનપણું છે. (પૃ. ૮૧૧)
D હે નાથ ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સમ્મત કરત, પણ જગતની મોહિની સમ્મત થતી નથી. (પૃ. ૨૦૧)
જગતમાં ભ્રાંતિ રાખવી નહીં, એમાં કાંઇ જ નથી. આ વાત જ્ઞાનીપુરુષો ઘણા જ અનુભવથી વાણી દ્વારા કહે છે. જીવે વિચારવું કે ‘મારી બુદ્ધિ જાડી છે, મારાથી સમજાતું નથી. જ્ઞાની કહે છે તે વાક્ય સાચાં છે, યથાર્થ છે.’ એમ સમજે તો સહેજે દોષ ઘટે. (પૃ. ૬૯૬)
I ‘ભ્રાંતિ’નું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ છે કે તે સ્વરૂપનો વિચાર કરતાં પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું ? આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું, અને મને શું કલ્યાણકારક ? એમ વિચારતાં વિચારતાં એને એક ભ્રાંતિનો વિષય જાણી, જ્યાંથી ‘સત્'ની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી, એમ સમજી તે શોધી, શરણાપન્ન થઇ ‘સત્' પામી ‘સત્’રૂપ