________________
૧૮૭
છૂટવું (ચાલુ) જે જીવને વિચાર નહીં તેનો છૂટવાનો આરો નહીં. જો વિચાર કરે, અને સાચા માર્ગે ચાલે તો છૂટવાનો
આરો આવે. (પૃ. ૭૨૯) T બંધાયેલાને જે પ્રકારે બાંધ્યો તેથી ઊલટી રીતે વર્તી એટલે છૂટશે. (પૃ. ૧૨)
જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવતો નથી આ વાક્ય નિઃશંક અનુભવનું છે. બંધનનો ત્યાગ કર્ષે છુટાય છે, એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પોતાનું મહત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારું છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે. અને તેવા જીવો સમર્થ ચક્રવર્તી જેવી પદવીએ છતાં તેનો ત્યાગ કરી, કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે, અને જરૂર તે છૂટે છે. દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં; બંધાવાના કામને છોડવો નહીં. અહીં વિકલ્પી જીવને એવો વિકલ્પ ઊઠે કે જીવને બંધાવું ગમતું નથી, સર્વને છૂટવાની ઇચ્છા છે, તો પછી બંધાય છે કાં ? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે, એવો અનુભવ થયો છે કે, જેને છૂટવાની દૃઢ ઇચ્છા થાય છે, તેને બંધનનો વિકલ્પ મટે છે, અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે. (પૃ. ૨૫૨-૩) જે પ્રકારે બંધનથી છુટાય તે પ્રકારે પ્રવર્તવું, એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી વિચારશે તેટલો જ્ઞાની પુરુષનો માર્ગ
સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે. (પૃ. ૪૪૯) D જ્યાં જ્યાં દુરાગ્રહ હોય ત્યાં ત્યાંથી છૂટવું; “એને મારે જોઈતાં નથી' એ જ સમજવાનું છે. (પૃ. ૯૫) D જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની
આશા કરવી નહીં. (પૃ. ૩૮૨).