________________
૧૮૯
ન જગત (ચાલુ) | હોય છે. (પૃ. ૨૭૩). D જીવની ભ્રાંતિઓ દૂર કરવા માટે જગતનું વર્ણન બતાવ્યું છે. જો જીવ હંમેશના અંધમાર્ગથી થાકે તો
માર્ગમાં આવે. (પૃ. ૭૩૩) D જગતનું વર્ણન કરતાં, અજ્ઞાનથી અનંતી વાર જીવ ત્યાં જન્મી આવ્યો તે અજ્ઞાન મૂકવા માટે જ્ઞાનીએ એ
વાણી કહી છે. પણ જગતના વર્ણનમાં જ બાઝી પડે એનું કલ્યાણ કેવી રીતે થાય!
જગતની વાત જાણવી તેને શાસ્ત્રમાં મુક્તિ કહી નથી. પણ નિરાવરણ થાય ત્યારે મોક્ષ. (પૃ. ૭૩૫) 1 જગત ગાડરિયો પ્રવાહ છે. ધર્મના મતભેદ સંબંધીના શિક્ષાપાઠમાં (મોક્ષમાળા શિક્ષાપાઠ ૫૮, ૧૯,
૬૦; પૃ. ૯૯-૧૦૨) દર્શિત કર્યા પ્રમાણે અનેક ધર્મમતની જાળ લાગી પડી છે. વિશુદ્ધાત્મા કોઇક જ
થાય છે. વિવેકથી તત્ત્વને કોઈક જ શોધે છે. (પૃ. ૧૨૬) 0 આત્મસ્વરૂપમાં જગત નથી, એવી વેદાંતે વાત કરી છે અથવા એમ ઘટે છે, પણ બાહ્ય જગત નથી એવો
અર્થ માત્ર જીવને ઉપશમ થવા અર્થે માનવો યોગ્ય ગણાય. (પૃ. ૪૧૦). D જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. (પૃ. ૬૪૧).
પવિત્ર જૈનદર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ (મંદબુદ્ધિઓ) એક દલીલથી મિથ્યા ફાવવા ઇચ્છે છે કે, જૈનદર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી; અને જે પરમેશ્વરને નથી માનતા તે તો નાસ્તિક જ છે. આ વાત ભદ્રિકજનોને શીઘ ચોંટી રહે છે. કારણ તેઓમાં યથાર્થ વિચાર કરવાની પ્રેરણા નથી. પણ જો એ ઉપરથી એમ વિચારવામાં આવે કે જૈન જગતને ત્યારે અનાદિ અનંત કહે છે તે ક્યા ન્યાયથી કહે છે? જગતુકર્તા નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે? એમ એક પછી એક ભેદરૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે. જગત રચવાની પરમેશ્વરને અવશ્ય શી હતી ? રચ્યું તો સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું? રચીને મોત શા માટે મૂકયું? એ લીલા બતાવવી કોને હતી? રચ્યું તો ક્યા કર્મથી રચ્યું? તે પહેલાં રચવાની ઇચ્છા કાં નહોતી ? ઇશ્વર કોણ ? જગતના પદાર્થ કોણ ? અને ઇચ્છા કોણ? રચ્યું તો જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું, આમ ભ્રમણામાં નાખવાની અવશ્ય શી હતી ? કદાપિ એ બધું માનો કે એ બિચારાની ભૂલ થઈ ! હશે ! ક્ષમા કરીએ, પણ એવું દોઢ ડહાપણ ક્યાંથી સૂઝયું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપ્યો ? એના કહેલા દર્શનને જગતમાં વિદ્યમાનતા આપી? પોતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની એને શી અવશ્ય હતી? એક તો જાણે એ પ્રકારે વિચાર અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જૈનદર્શનપ્રવર્તકોને એનાથી કંઈ દ્વેષ હતો ? એ જગકર્તા હોત તો એમ કહેવાથી એઓના લાભને કંઈ હાનિ પહોંચતી હતી ? જગત્કર્ણા નથી, જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી ? આવા અનેક વિચારો વિચારતાં જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમજ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. એમાં ભિન્નભાવ કહેવા એમને લેશમાત્ર પ્રયોજન નહોતું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને આખા જગતના વિચારો જેણે સર્વ ભેદે કહ્યા છે, તેવા પુરુષોનાં પવિત્ર
દર્શનને નાસ્તિક કહેનારા કઈ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે ! (પૃ. ૧૨૬-૭) 1 પ્રી મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે; પરંતુ જગતકર્તાની તેઓ ના કહે છે, અને
જગત અનાદિ અનંત છે એમ કહે છે તે વિષે કંઈ કંઈ શંકા થાય છે કે આ અસંખ્યાત