________________
ખેદ
૧૬૦
ખેદ
તે શ્રીમતુ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતનો અને તે (તેમણે નિશ્ચિતાર્થ કરેલા) જયવંત ધર્મના આશ્રય. સદેવ ર્તવ્ય છે. જેને બીજું કંઇ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય. જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગપુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય-સ્વરૂપ છે, એવી વૃત્તિનો નિશ્રય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું. (પૃ. ૬૨૬). શરણ (આશ્રય), અને નિશ્રય કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે. (પૃ. ૪૬૫) હે આર્ય માણેકચંદાદિ, યથાર્થ વિચારના ઓછાપણાને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના અને પૂછીને લીધે. તમને કંઈ પણ ખેદવિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે, તોપણ તે ખેદનું બેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાય નથી એમ વિચારી, થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરુષોના વચનામૃતથી, તથા સાધુપુરુષના આશ્રય, સમાગમાદિથી અને વિરતિથી ઉપશાંત કરવો, એ જ કર્તવ્ય છે. (પૃ. ૫૦૨). શ્રી માણેકચંદનો દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા. પ્રીતિબંધનથી ખેદ થવા યોગ્ય છે, તથાપિ એમાં બીજો કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને
વૈરાગ્યસ્વરૂપમાં પરિણમન કરવો એ જ વિચારવાનને કર્તવ્ય છે. (પૃ. ૫૬૨) | મોહે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના (શ્રી સૌભાગ્યભાઈના) ગુણોનું અદ્ભુતપણું
સ્મરણમાં આણી મોહથી થતો ખેદ શમાવીને ગુણોના અભુતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ
પ્રવર્તાવવો યોગ્ય છે. (પૃ. ૬૦૬) D જેને રાગદ્વેષ મટી ગયા છે તેને વીશ વર્ષનો છોકરો મરી જાય, તોપણ ખેદ થાય નહીં. (પૃ. ૭૩૨) U પુદ્ગલની હાનિવૃદ્ધિ ઉપર ખેદખિન્ન કે રાજી થવું નહીં. (પૃ. ૧૦) T કોઇ માણસ આપણા વિષે કંઈ જણાવે ત્યારે તે ગંભીર મનથી બનતાં સુધી સાંભળ્યા રાખવું એટલું મુખ્ય
કામ છે. તે વાત બરાબર છે કે નહીં એ જાણ્યા પહેલાં કંઈ હર્ષ-ખેદ જેવું હોતું નથી. (પૃ. ૩૬૩) D જગતસુખસ્પૃહામાં જેમ જેમ ખેદ ઊપજે તેમ તેમ શાનીનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય. (પૃ. ૬૦૮) D વૃત્તિઆદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તોપણ કરવો ઘટે. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખવો. તેમ બને તો ક્રમે કરીને વૃત્તિઆદિનો સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન
પણ સંક્ષેપ થાય. (પૃ. ૫૧૬) T માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તોપણ મુમુક્ષુ જીવ આર્તધ્યાન ઘણું કરીને થવા ન દે, અથવા થયે
તે પર વિશેષ ખેદ કરે, અને આજીવિકામાં ત્રુટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. (પૃ. ૫૧૬)