________________
૧પ૯
ક્ષેત્ર
મનુષ્યપ્રાણીને પાંચ ઇન્દ્રિયની લબ્ધિનો ક્ષયોપશમ હોય છે. તે ક્ષયોપશમની શક્તિ અમુક વ્યાહતિ થાય
ત્યાં સુધી જાણી દેખી શકે છે. દેખવું એ ચક્ષુ-ઇન્દ્રિયનો ગુણ છે, તથાપિ અંધકારથી કે અમુક છેટે વસ્તુ હોવાથી તેને પદાર્થ જોવામાં આવી શકે નહીં; કેમકે ચક્ષુ-ઇન્દ્રિયનો ક્ષયોપશમલબ્ધિને તે હદે અટકવું થાય છે, અર્થાત્ ક્ષયોપશમની સામાન્યપણે એટલી શક્તિ છે. દિવસે પણ વિશેષ અંધકાર હોય અથવા કોઈ વસ્તુ ઘણા અંધકારમાં પડી હોય અથવા અમુક હદથી છેટે હોય તો ચક્ષુથી દેખાઈ શકતી નથી; તેમ બીજી ઈન્દ્રિયોની લબ્ધિ સંબંધી ક્ષયોપશમશક્તિ સુધી તેના વિષયમાં જ્ઞાનદર્શનની પ્રવૃત્તિ છે. અમુક વ્યાઘાત સુધી તે સ્પર્શી શકે છે, અથવા સૂધી શકે છે, સ્વાદ ઓળખી શકે છે, અથવા સાંભળી શકે છે. (પૃ. ૪૮૧) જોકે હમણાં જ તમો સર્વને માર્ગે ચઢાવીએ, પણ ભાજનના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહીં તો જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મુકવાથી વાસણનો નાશ થાય, તેમ થાય. ક્ષયોપશમ પ્રમાણે સમજી શકાય
છે. (પૃ. ૭૭૧) 'D ક્ષયોપશમી જ્ઞાન વિકળ થતાં શી વાર ? (પૃ. ૮૦૬). D દિવસમાં બે ઘડીનો વખત પણ નિયમિત રાખીને જિનેશ્વર ભગવાનના કહેલા તત્ત્વબોધની પર્યટના કરો. વીતરાગના એક સૈદ્ધાંતિક શબ્દ પરથી જ્ઞાનાવરણીયનો બહુ ક્ષયોપશમ થશે એમ હું વિવેકથી કહું
છું. (પૃ. ૧૧૭) | સંબંધિત શિર્ષકો : ઉપશમ, સમ્યક્ત્વ-ક્ષયોપશમ ક્ષેત્ર T જે ક્ષેત્રમાં શાંતરસપ્રધાન વૃત્તિ રહે, નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો લાભ થાય તેવાં ક્ષેત્રમાં
વિચરવું યોગ્ય છે. (પૃ. ૬૧૫) D વધારે નિવૃત્તિવાળા ક્ષેત્રે ચાતુર્માસનો યોગ બનવાથી આત્મ ઉપકાર વિશેષ સંભવે છે. (પૃ. ૬૩૨)
આ ક્ષેત્ર છે તે નિવૃત્તિવાળું છે, પણ જેને નિવૃત્તિ થઈ હોય તેને તેમ છે. તેમ જેને નિવૃત્તિ થઈ નથી તેને પ્રથમ તો એમ થાય છે કે “આ ક્ષેત્ર સારું છે, અહીં રહેવા જેવું છે;' પણ પછી એમ એમ કરતાં 'વિશેષ પ્રેરણા થવાથી ક્ષેત્રાકારવૃત્તિ થઈ જાય. જ્ઞાનીની વૃત્તિ ક્ષેત્રાકાર ન થાય; કારણ કે ક્ષેત્ર નિવૃત્તિવાળું છે, અને પોતે પણ નિવૃત્તિભાવ પામેલા છે એટલે બન્ને યોગ અનુકૂળ છે. (પૃ. ૬૮૫) બ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. માટે ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીનાં ન્યૂનાધિક પર્યાય
ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. (પૃ. ૭૨૦) 2 “ક્ષેત્રસમાસ'માં ક્ષેત્ર સંબંધાદિની જે જે વાતો છે, તે અનુમાનથી માનવાની છે. તેમાં અનુભવ હોતો
નથી; પરંતુ તે સઘળું કારણોને લઈને વર્ણવવામાં આવે છે. તેની શ્રદ્ધા વિશ્ર્વાસપૂર્વક રાખવાની છે. મૂળ શ્રદ્ધામાં ફેર હોઇને આગળ સમજવામાં ઠેઠ સુધી ભૂલ ચાલી આવે છે. જેમ ગણિતમાં પ્રથમ ભૂલ થઈ તો પછી તે ભૂલ ઠેઠ સુધી ચાલી આવે છે તેમ. (પૃ. ૭૪૪)