________________
ક્ષમાપના (ચાલુ)
૧૫૮ રૈલોકયપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્રાતાપથી હું
કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. (પૃ. ૯૮-૯). T કોઇ ઉપર જન્મ પર્યત દ્રષબુદ્ધિ રાખશો નહીં. કોઈને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તો પશ્રાત્તાપ ઘણો
કરજો, અને ક્ષમાપના માગજો. પછીથી તેમ કરશો નહીં. કોઈ તારા ઉપર શ્રેષબુદ્ધિ કરે, પણ તું તેમ
કરીશ નહીં. (પૃ. ૧૨). T ક્ષમાપના વગર શયન કરું નહીં. (પૃ. ૧૪૮) T કોઈ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાન અવસ્થાએ ઉપદેશ કર્યો હોય, અને પછી તેને જ્ઞાની પુરુષનો
સમાગમ થતાં તે જ્ઞાની પુરુષ જો આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્યપણે ઉપદેશ કર્યો હોય ત્યાં જઈ એક ખૂણે છેવાડે બેસી બધા લોકોને એમ કહે કે મેં અજ્ઞાનપણે ઉપદેશ આપ્યો છે, માટે તમે ભૂલ ખાશો નહીં; તો તે પ્રમાણે સાધુને કર્યા વિના છૂટકો નહીં. જો તે સાધુ એમ કહે, “મારાથી એમ થાય નહીં; એને બદલે આપ કહો તો પહાડ ઉપરથી પડતું મૂકું, અથવા બીજાં ગમે તે કહો તે કરું; પણ ત્યાં તો મારાથી નહીં જવાય.' જ્ઞાની કહે છે ત્યારે એ વાત જવા દે, અમારા સંગમાં પણ આવતો નહીં, કદાપિ તું લાખ વાર પર્વતથી પડે તોપણ કામનું નથી. અહીં તો તેમ કરશે તો જ મોક્ષ મળશે. તેમ કર્યા વિના મોક્ષ નથી; માટે
જઇને ક્ષમાપના માગે તો જ કલ્યાણ થાય.” (પૃ. ૬૯૨). D ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્યા હતા અને આનંદશ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું “મને જ્ઞાન ઊપજયું છે. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું “ના, ના, એટલું બધું હોય નહીં, માટે આપ ક્ષમાપના લો.” ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તોપણ ભૂલ ખાઓ છો એમ કહેવું યોગ્ય નથી; ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું કે 'મહારાજ ! સદ્દભૂત વચનનો મિચ્છા મિ દુકકડે કે અસભૂત વચનનો મિચ્છા મિ દુકકડ ?' ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે “અસદ્દભૂત વચનનો મિચ્છા મિ દુકકડ.” ત્યારે આનંદશ્રાવકે કહ્યું : “મહારાજ ! હું મિચ્છા મિ દુકકડ લેવાને યોગ્ય નથી.” એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા, અને જઇને મહાવીર સ્વામીને પૂછયું. (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીર સ્વામી પાસે જ હકીકત કહી.) મહાવીરસ્વામીએ કહ્યું, “હે ગૌતમ ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે; માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લો.” “તહ’ કરી ગૌતમસ્વામી સમાવવા ગયા. જો ગૌતમસ્વામીમાં મોહ નામનો મહા સુભટ પરાભવ પામ્યો ન હોત તો ત્યાં જાત નહીં, અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેત કે “મહારાજ ! આપના આટલા બધા શિષ્ય છે તેમની હું ચાકરી કરું, પણ ત્યાં
તો નહીં જાઉં;” તો તે વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પોતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા ! (પૃ. ૬૯૨) ક્ષયોપશમ | Rયોપશમ એટલે નાશ અને સમાઈ જવું. (પૃ. ૭૦૬) D જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો અમુક ક્ષયોપશમ થવાથી ઇન્દ્રિયલબ્ધિ ઉત્પન્ન થાય છે. તે
ઇન્દ્રિયલબ્ધિ સામાન્યપણે પાંચ પ્રકારની કહી શકાય છે. સ્પર્શેન્દ્રિયથી શ્રવણેન્દ્રિયપર્યત સામાન્યપણે