________________
૧૬૧
ખેદ (ચાલુ) | હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છે. તેમ નિત્ય શાશ્વત છે. આ વેદના માત્ર પર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી' એમ
આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. (પૃ. ૬૫૦) 0 ખેદ નહીં કરતાં શૂરવીરપણું રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઇને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી Æયમાં સ્થિર કરવા યોગ્ય છે. (પૃ. ૬૧)
જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઈ સુધારવા કરવાનું હવે મૌન રાખી, મળતા રહી કામ નિર્વાહવું એ જ યોગ્ય છે. જાણ્યાં પહેલાં ઠપકો લખવો તે ઠીક નહીં. તેમ ઠપકાથી અક્કલ આણી દેવી મુશ્કેલ છે. અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે. તોપણ આ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી. ત્યાં શો ઉપાય ? તેમના પ્રત્યે કંઇ બીજો ખેદ આણવાથી ફળ નથી. કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક્ (સારું
સમજાય એમ ન બને. માટે એમનો દોષ શું વિચારવો? (પૃ. ૫૬૮) 0 ખેદની સ્મૃતિ આણું નહીં. (પૃ. ૧૪૦) D સંબંધિત શિર્ષક: પદ્માત્તાપ