________________
કર્મ, મોહનીય (ચાલુ)
૧૨૪ મહપુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગધ્રુત ચિંતવના, અને ગુણજિજ્ઞાસા દર્શનમોહનો
અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપવૃષ્ટિ સહજમાં પરિણમે છે. (પૃ. ૬૩૧). IT દર્શનમોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો એવો ધીર પુરુષ વીતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર
કરીને શુદ્ધચેતન્યસ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે જાય છે. (પૃ. ૩૨) T દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભકિત સમુત્પન્ન થાય છે, તત્ત્વપ્રતીતિ સમ્યપણે
ઉત્પન્ન થાય છે. તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા યોગ્ય છે. ચારિત્રમોહ, ચૈતન્યના – જ્ઞાનીપુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણાથી
પ્રલય થાય છે. (પૃ. ૬૪૨) D ચારિત્રમોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમોહનો પડયો ઠેકાણે આવતો નથી. કારણ.
સમજવા ફેર થવાથી કરવા. ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી સીસું રેડયું હોય એવી રીતે શ્રદ્ધાને ઓથે પણ મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે, તે મતિ આ જીવમાં છે નહીં, અને આ જીવની મતિ તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે. તો પછી વીતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે ? તેથી બારમાં ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું
એમ કહ્યું છે. (પૃ. ૬૭૪) | મોહનીયકર્મ મનથી જિતાય, પણ વેદનીયકર્મ મનથી જિતાય નહીં. સુધા, તૃષા એ મોહનાય નહીં પણ
વેદનીયકર્મ છે. (પૃ. ૭૭૫) T “મોહનીય'નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહિનીએ મહા મુનીશ્વરોને પણ
પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિસિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે; શાશ્વત સુખ છીનવી
ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે. (પૃ. ૫૬૮) D ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંછા, અજ્ઞાનાદિથી બોલાય છે; ક્રોધાદિ મોહનીયના અંગભૂત છે. તેની સ્થિતિ બીજાં બધાં કર્મથી વધારે એટલે સિત્તેર કોડાકોડી સાગરોપમની છે. આ કર્મ ક્ષય થયા વિના જ્ઞાનાવરણાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતાં નથી; જોકે ગણિતમાં પ્રથમ જ્ઞાનાવરણાદિ કર્મો કહ્યાં છે; પણ આ કર્મની ઘણી મહત્ત્વતા છે, કેમકે સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળસ્થાન હોવાથી ભવભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે; આવું મોહનીયકર્મનું બળવાનપણું છે, છતાં પણ તેનો ક્ષય કરવો સહેલ છે; એટલે કે જેમ વેદનીયકર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી તેમ આ કર્મને માટે નથી. મોહનીયકર્મની પ્રકૃતિરૂપ ક્રોધ, માન, માયા અને લોભાદિ કષાય તથા નોકષાયના અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિરભિમાનપણું, સરળપણું, નિર્દભતા અને સંતોષાદિની વિપક્ષ ભાવનાથી એટલે માત્ર વિચાર કરવાથી ઉપર દર્શાવેલા કષાયો નિષ્ફળ કરી શકાય છે. નોકષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે;
એટલે કે તેને સારુ બાહ્ય કાંઇ કરવું પડતું નથી. (પૃ. ૭૬). T “ઘેલછા' એ ચારિત્રમોહનીયનો વિશેષ પર્યાય છે. ક્વચિત્ હાસ્ય, ક્વચિત્ શોક, ક્વચિત્ રતિ,
ક્વચિત્ અરતિ, ક્વચિત્ ભય અને ક્વચિત્ જુગુપ્સારૂપે તે જણાય છે. (પૃ. ૭૫૮)