________________
૧૨૫
D પ્રમાદનો સમાવેશ મુખ્ય કરીને ચારિત્રમોહમાં થઇ શકે. (પૃ. ૭૮૪)
D .જે જીવને મોહનીય કર્મરૂપી કષાયનો ત્યાગ કરવો હોય, તે તેનો એકદમ ત્યાગ કરવા ધા૨શે ત્યારે કરી શકાશે તેવા વિશ્વાસ ઉપર રહી તેનો ક્રમે ત્યાગ કરવાનો અભ્યાસ નથી કરતો, તે એકદમ ત્યાગ કરવાનો પ્રસંગ આવ્યે મોહનીયકર્મના બળ આગળ ટકી શકતો નથી; કારણ કર્મરૂપ શત્રુને ધીરે ધીરે નિર્બળ કર્યા વિના કાઢી મૂકવાને તે એકદમ અસમર્થ બને છે. આત્માના નિર્બળપણાને લઇને તેના ઉપર મોહનું બળવાનપણું છે. તેનું જોર ઓછું કરવાને આત્મા પ્રયત્ન કરે, તો એકી વખતે તેના ઉપર જય મેળવવાની ધારણામાં તે ઠગાય છે. જયાં સુધી મોહવૃત્તિ લડવા સામીં નથી આવી ત્યાં સુધી મોહવશ આત્મા પોતાનું બળવાનપણું ધારે છે, પરંતુ તેવી કસોટીનો પ્રસંગ આવ્યે આત્માને પોતાનું કાય૨૫ણું સમજાય છે, માટે જેમ બને તેમ પાંચ ઇન્દ્રિયોના વિષય મોળા કરવા. (પૃ. ૬૭૩)
કર્મ, વેદનીય
સમય સમય જીવનની ક્ષણિક વ્યતીતતા છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ એ જ મહામોહનીયનું બળ છે. (પૃ. ૧૮૧)
સંબંધિત શિર્ષક : મોહ
કર્મ, વેદનીય
7 આઠ કર્મ બધાં વેદનીય છે; કારણ કે બધાં વેદાય છે; પરંતુ લોકપ્રસિદ્ધ વેદવું થતું નહીં હોવાથી લોકપ્રસિદ્ધ વેદનીય કર્મ જુદું ગણ્યું છે. (પૃ. ૭૭૭)
વેદનીયકર્મ એ નિર્જરારૂપે છે, પણ દવા ઇત્યાદિ તેમાંથી ભાગ પડાવી જાય. (પૃ. ૭૭૮)
વેદનીયકર્મની સ્થિતિ જધન્ય બાર મુહૂર્તની છે; તેથી ઓછી સ્થિતિનો બંધ પણ કષાય વગર એક સમયનો પડે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. (પૃ. ૭૮૧)
— જે વેદનીય પ૨ ઔષધ અસર કરે છે, તે ઔષધ વેદનીયનો બંધ વસ્તુતાએ નિવૃત્ત કરી શકે છે, એમ કહ્યું નથી, કેમકે તે ઔષધ અશુભકર્મરૂપ વેદનીયનો નાશ કરે તો અશુભકર્મ નિષ્ફળ થાય અથવા ઔષધ શુભકર્મરૂપ કહેવાય. પણ ત્યાં એમ સમજવું યોગ્ય છે કે તે અશુભકર્મવેદનીય એવા પ્રકારની છે કે તેને પરિણામાંતર પામવામાં ઔષધાદિ નિમિત્ત કારણરૂપ થઇ શકે. (પૃ. 500)
D વેદનીયકર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી. (પૃ. ૬૭૬)
શરીરનો ધર્મ, રોગાદિ જે હોય તે કેવળીને પણ થાય; કેમકે વેદનીયકર્મ છે તે તો સર્વેએ ભોગવવું જ જોઇએ. (પૃ. ૭૨૧)
D વેદનીયાદિ કર્મ જે ધનધાતી નથી તોપણ તે એક પ્રકારે ખપાવવાં આકરાં છે. એવી રીતે કે વેદનીયાદિ કર્મનો ઉદય પ્રાપ્ત થાય તે ખપાવવા સારુ ભોગવવાં જોઇએ; તે ન ભોગવવાં એવી ઇચ્છા થાય તોપણ ત્યાં તે કામ આવતી નથી; ભોગવવાં જ જોઇએ. (પૃ. ૭૫૮)
બીજાં ઉદયમાં આવેલાં કર્મોનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે, પણ વેદનીય કર્મમાં તેમ થઇ શકે નહીં; ને તે આત્મપ્રદેશે વેદવું જ જોઇએ; ને તે વેદતાં મુશ્કેલીનો પૂર્ણ અનુભવ થાય છે. ત્યાં જો ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તો આત્મા દેહાકારે પરિણમે, એટલે દેહ પોતાનો માની લઇ વેદે છે, અને તેને લઇને આત્માની શાંતિનો ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાવેદની વેદતાં નિર્જરા થાય છે, ને ત્યાં જ્ઞાનીની કસોટી થાય છે. એટલે બીજાં