________________
૮૫
ઉદાસીન
લૌકિક અને લોકોત્તર ખુલાસો જુદો હોય છે. ઉદયનો દોષ કાઢવો એ લૌકિક ખુલાસો છે. અનાદિકાળનાં કર્મો બે ઘડીમાં નાશ પામે છે; માટે કર્મનો દોષ કાઢવો નહીં. આત્માને નિંદવો. (પૃ. ૭૦૦-૮) D ચારે બાજુનાં આજીવિકાદિ કારણથી તે કાર્યની (કોઇને વેપાર રોજગારની) પ્રેરણા કરવાનું તમારા
ચિત્તમાં ઉદયથી સ્ફરતું હશે તો પણ તે સંબંધી ગભરાટ ગમે તેટલો હોવા છતાં ધીરજથી વિચાર કરી કંઈ પણ વેપાર રોજગારની બીજાને પ્રેરણા કરવી કે છોકરાઓને વેપાર કરાવવા વિષે પણ ભલામણ
લખવી. કેમકે અશુભ ઉદય એમ ટાળવા જતાં બળ પામવા જેવો થઈ આવે છે. (પૃ. ૪૩૭-૮). D ઉદયને અબંધ પરિણામ ભોગવાય તો જ ઉત્તમ છે. (પૃ. ૩૦૫) D ઉદય જોઇને ઉદાસપણું ભજશો નહીં. (પૃ. ૩૫૦). T કોઇ પ્રકારનું કંઈ રાગ, દ્વેષ કે અજ્ઞાનનાં કારણથી જે ન થતું હોય, તેનું કારણ ઉદય જણાય છે.
(પૃ. ૩૭૦). D અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે ! (પૃ. ૩૧૩) | સંબંધિત શિર્ષકો : કર્મઉદય, વેદોદય ઉદાસીન
“ઉદાસીન' શબ્દનો અર્થ સમપણું છે. (પૃ. ૩૪૮) D જીવ સ્વસૃષ્ટિમાંથી ઉદાસીન થવો યોગ્ય છે. (પૃ. ૨૩૯) D નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. (પૃ. ૨૫૦)
આરંભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારાં કારણોમાં જેમ બને તેમ ઓછો પરિચય
થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યોગ્ય છે. (પૃ. ૩૬૯) 1 વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં પંચ વિષયાદિનું અશુચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવાં
શાસ્ત્રો અને સત્પરુષનાં ચરિત્રો વિચારવાથી તથા કાર્યું કાર્ય લક્ષ રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસભાવના
થવી ઘટે તે થશે. (પૃ. ૪૪૯) D તૃષાતુરને પાયાની મહેનત કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન
થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો. (પૃ. ૨૯૨) I અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃતિમાં છતાં તેવું જ રાખે છે; તોપણ કહીએ
છીએ; માયા દુસ્તર છે; દુરંત છે; ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી. એવી તીવ્ર દશા આવ્યું અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે; અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના - (ગૃહસ્થપણા સહિતની) - તે અબંઘ પરિણામી કહેવા યોગ્ય છે. જે બોધસ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. વિદેહીપણે જનકરાજાની પ્રવૃતિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ
સ્વરૂપમાં હતી; તથાપિ કોઇ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું