________________
A ૮૪
-
| ઉત્તેજના ઉત્તેજન E પોતાના મિથ્યા તર્કને ઉત્તેજન આપું નહીં. (પૃ. ૧૪૧) 0 આળસને ઉત્તેજન આપું નહીં. (પૃ. ૧૪૮)
ક્લેશને ઉત્તેજન આપું નહીં. (પૃ. ૧૪૮) શૃંગારને ઉત્તેજન આપું નહીં. (પૃ. ૧૪૦). 1 જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હો તો અટકજે. (પૃ. ૫) [ઉત્સર્ગ (અપવાદ) | 1 ઉત્સર્ગ એટલે આમ હોવું જોઇએ અથવા સામાન્ય. અપવાદ એટલે આમ હોવું જોઇએ પણ તેમ ન બને
તો આમ. અપવાદ માટે છીંડી શબ્દને વાપરવો બહુ જ હલકો છે. માટે તે વાપરવો નહીં. ઉત્સર્ગ માર્ગ એટલે યથાખ્યાતચારિત્ર, જે નિરતિચારવાળું છે. ઉત્સર્ગમાં ત્રણ ગુપ્તિ સમાય છે, અપવાદમાં પાંચ સમિતિ સમાય છે. ઉત્સર્ગ અક્રિય છે. અપવાદ સક્રિય છે. ઉત્તમ ઉત્સર્ગમાર્ગ છે; ને તેથી જે ઊતરતો તે અપવાદ છે. ચૌદમું ગુણસ્થાનક ઉત્સર્ગ છે; તેથી નીચેનાં ગુણસ્થાનકો એકબીજાની
અપેક્ષાએ અપવાદ છે. (પૃ.૭૭૨) || જિનપૂજાદિ અપવાદમાર્ગ છે. (પૃ. ૭૭૫)
| ઉદય
ઉદય બે પ્રકારનો છે. એક પ્રદેશોદય; અને બીજો વિપાકોદય. વિપાકોદય બાહ્ય (દેખીતી) રીતે વેદાય
છે; અને પ્રદેશોદય અંદરથી વેદાય છે. (પૃ. ૭૬૩) | જો ઉદયમાં આવ્યા પહેલાં રસમાં મોળાશ કરી નાખવામાં આવે તો આત્મપ્રદેશથી કર્મ ખરી જઈ નિર્જરા થાય, અથવા મંદ રસે ઉદય આવે. (પૃ. ૭૭૩) પ્ર0 ઉદયકર્મ કોને કહીએ? ઉ0 ઐશ્વર્યપદ પ્રાપ્ત થતાં તેને ધક્કો મારીને પાછું કાઢે કે “આ મારે જોઇતું નથી; મારે આને શું કરવું
છે ?' કોઈ રાજા પ્રધાનપણું આપે તોપણ પોતે લેવા ઇચ્છે નહીં. “મારે એને શું કરવું છે ? ઘરસંબંધીની આટલી ઉપાધિ થાય તો ઘણી છે.' આવી રીતે ના પાડે; ઐશ્વર્યપદની નિરિચ્છા છતાં રાજા ફરી ફરી આપવા ઇચ્છે તેને લીધે આવી પડે, તો તેને વિચાર થાય કે “જો તારે પ્રધાનપણું હશે તો ઘણા જીવોની દયા પળાશે, હિંસા ઓછી થશે, પુસ્તકશાળાઓ થશે, પુસ્તકો છપાવાશે.' એવા ધર્મના કેટલાક હેતુ જાણીને વૈરાગ્ય ભાવનાએ વેદે તેને ઉદય કહેવાય. ઇચ્છાસહિત ભોગવે, અને
ઉદય કહે તે તો શિથિલતાના અને સંસાર રઝળવાના હેતુ થાય. (પૃ. ૯૫) પોતે ત્યાગ કરી શકે નહીં, અને બહાનાં કાઢે કે મારે અંતરાયો ઘણા છે. ધર્મનો પ્રસંગ આવે ત્યારે “ઉદય' છે એમ કહે, “ઉદય ઉદય' કહ્યા કરે, પણ કાંઈ કૂવામાં પડતો નથી. ગાડામાં બેઠો હોય, અને ઘાંચ આવે તો સાચવી સંભાળીને ચાલે. તે વખતે ઉદય ભૂલી જાય. અર્થાત્ પોતાની શિથિલતા હોય તેને બદલે ઉદયનો દોષ કાઢે છે, એમ અજ્ઞાનીની વર્તના છે.