________________
૮૬
| ઉદાસીન (ચાલુ)
હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે. (પૃ. ૩૧૩-૪) અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે;
અર્થાત્ અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. (પૃ. ૩૧૩) I ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. (પૃ. ૨૩૧). ઉપકાર | T જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઇ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ
સ્વાભાવિક નિજવરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે.
(પૃ. ૨૦) || શ્રીમાન વર્ધમાનજિન વર્તમાન કાળના ચરમ તીર્થંકરદેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે
એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવાર આશ્રર્યમય દેખે છે. (પૃ. ૫૮૧) I અપારવત સંસારસમુદ્રથી તારનાર એવા સદ્ધર્મનો નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે
જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર હો ! નમસ્કાર હો ! (પૃ. ૪૬૫) જીવ સટુરુષના આશ્રયે જો આજ્ઞાદિ ખરેખર આરાધે, તેના ઉપર પ્રતીત આણે, તો ઉપકાર થાય જ. (પૃ. ૭૨૨) સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે, તે પણ જો આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં
આવતાં હોય તો ઉપકારી છે. (પૃ.૭૧૫) D શાસ્ત્રમાં કહેલી વાતો આત્માને ઉપકાર થાય તેમ પ્રહરી, બીજી રીતે નહીં. (પૃ. ૭૩૪). T માણસો વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, તેમ મુમુક્ષુ જીવો આટલો આટલો ઉપદેશ
સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી, તે એક આશ્ચર્ય છે. તેને ઉપકાર કેવી રીતે થાય? (પૃ. ૭૧૦) | સંબંધિત શિર્ષક: લોકોપકાર ઉપદેશ D જીવને પોતાનાં ડહાપણ અને મરજી પ્રમાણે ચાલવું એ વાત મનગમતી છે, પણ તે જીવનું ભૂંડું કરનાર વસ્તુ છે. આ દોષ મટાડવા સારુ પ્રથમ તો કોઇને ઉપદેશ દેવાનો નથી, પણ પ્રથમ ઉપદેશ લેવાનો છે, એ જ્ઞાનીનો ઉપદેશ છે. (પૃ. ૭૫૩) ગમે તેવા દેશકાળને વિષે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ઇચ્છયા જ કરવું એ ઉપદેશ છે.
(પૃ. ૩૧૦). D ચિંતારહિત પરિણામે જે કંઈ ઉદય આવે તે વેદવું, એવો શ્રી તીર્થંકરાદિ જ્ઞાનીઓનો ઉપદેશ છે.
(પૃ. ૩૬૬) માત્ર જે થાય તે જોયા કરવું, એવો નિશ્રય રાખવાનો વિચાર કરો; ઉપયોગ કરો; અને સાક્ષી રહો, એ જ ઉપદેશ છે. (પૃ. ૩૭૪)