SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ | ઈશ્વર (ચાલુ) ૮૨ || વર્ણવનાર જીવકોટિના પુરુષ નહીં, પરંતુ ઈશ્વરકોટિના પુરુષ જોઈએ, એવી સુપ્રતીતિ થાય છે. કઈ કઈ પ્રકૃતિનો કેવા રસથી ક્ષય થયેલો હોવો જોઇએ? કઈ પ્રકૃતિ સત્તામાં છે? કઈ ઉદયમાં છે? કઈ સંક્રમણ કરી છે? આ આદિની રચના કહેનારે ઉપર મુજબ પ્રકૃતિનું સ્વરૂપ માપીને કહ્યું છે, તે તેમના પરમજ્ઞાનની વાત બાજુએ મૂકીએ તોપણ તે કહેનાર ઈશ્વરકોટિનો પુરુષ હોવો જોઈએ એ ચોકકસ થાય છે. (પૃ. ૭૫૫). D ત્રણ પ્રકારે ઇશ્વરપણું જણાય છે : (૧) જડ તે જડાત્મકપણે વર્તે છે. (૨) ચૈતન્ય-સંસારી જીવો વિભાવાત્મકપણે વર્તે છે. (૩) સિદ્ધ-શુદ્ધ ચૈતન્યાત્મકપણે વર્તે છે. (પૃ. ૭૭૦) D DO ઈશ્વર શું છે? તે જગતકર્તા છે એ ખરું છે? ઉ0 અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ, એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવા યોગ્ય છે; અને તે ઈશ્વરતા આત્માનું સહજસ્વરૂપ છે. જે સ્વરૂપ કર્મપ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્યસ્વરૂપ જાણી, જયારે આત્મા ભણી દ્રષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે; અને તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શકતો નથી; જેથી ઇશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઇશ્વર છે એમ નથી, એવા નિશ્રયમાં મારો અભિપ્રાય છે. તે જગતકર્તા નથી, અર્થાત પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી, કેમકે ઇશ્વરને જો ચેતનપણે માનીએ, તો તેથી પરમાણુ. આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે ? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જો ઇશ્વરને જડ સ્વીકારવામાં આવે તો સહેજે તે અનૈશ્વર્યવાન ઠરે છે, તેમ જ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જડચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ, તો પછી જડચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતોષ રાખી લેવા જેવું થાય છે; અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ યોગ્ય છે. કદાપિ પરમાણું, આકાશાદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્માદિનાં ફળ આપનાર ગણીએ તોપણ તે વાત સિદ્ધ જણાતી નથી. (પૃ. ૪૨૬). D પ્ર0 વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માનો છો? શ્રીના. (પૃ. ૬૮૦). પતંજલિ કહે છે કે નિયમુકત એવો એક ઈશ્વર હોવો જોઇએ. સાંખ્ય ના કહે છે. જિન ના કહે છે. (પૃ. ૮૦૩) I ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દ્રઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હોતો નથી, અથવા દુ:ખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ ઊલટું સુખરૂપ થઇ પડે છે. (પૃ. ૨૨૪) D જો આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઈશ્વરભકિતપરાયણ થજે, કે સલ્ફાસ્ત્રનો લાભ લઈ
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy