________________
૮૧
ઈશ્વર |
જીતવામાં સમર્થપણું ધારે છે, એ કેવું આશ્ચર્યરૂપ છે? (પૃ. ૭૩) પ્ર0 પાંચ ઇન્દ્રિયો શી રીતે વશ થાય? ઉ0 વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધી થોડી વાર રહી નાશ પામે
છે, અને કુલ કરમાઇ જાય છે, તેથી કાંઈ સંતોષ થતો નથી, તેમ તુચ્છભાવ આવવાથી ઇન્દ્રિયોના વિષયોમાં લુબ્ધતા થતી નથી. પાંચ ઇન્દ્રિયોમાં જિહાઇન્દ્રિય વશ કરવાથી બાકીની
ચાર ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. (પૃ. ૬૮૮) ID પાંચ ઇન્દ્રિયો શી રીતે વશ થાય? વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી ફૂલના દષ્ટાંતે - ફૂલમાં સુગંધ
હોય છે તેથી મને સંતુષ્ટ થાય છે; પણ સુગંધ થોડી વાર રહી નાશ પામી જાય છે, અને ફૂલ કરમાઇ જાય છે, પછી કંઇ મનને સંતોષ થતો નથી; તેમ સર્વ પદાર્થને વિષે તુચ્છભાવ લાવવાથી ઇન્દ્રિયોને પ્રિયતા થતી નથી, અને તેથી ક્રમે ઈન્દ્રિયો વશ થાય છે. વળી પાંચ ઇન્દ્રિયોમાં પણ જિલ્લાદ્રિય વશ કરવાથી બાકીની ચાર ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. તુચ્છ આહાર કરવો, લેઇ રસવાળા પદાર્થમાં દોરાવું નહીં, બલિષ્ઠ આહાર ન કરવો. એક ભાજનમાં લોહી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ સાત ધાતુ પડી હોય; અને તેના પ્રત્યે કોઇ જોવાનું કહે તો તેના ઉપર અરુચિ થાય, ને ઘૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્ત્રીપુરુષનાં શરીરની રચના છે, પણ ઉપરની રમણીયતા જોઇ જીવ મોહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે. અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી, તુચ્છ જાણીને પદાર્થ ઉપર અરુચિભાવ લાવવો. આ રીતે દરેક વસ્તુનું તુચ્છપણું જાણવું. (પૃ. ૭00) D વિચાર વગર ઇન્દ્રિયો વશ થવાની નથી. અવિચારથી ઇન્દ્રિયો દોડે છે. (પૃ. ૭૧૮)
એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી. પણ ઉપયોગ હોય તો, વિચારસહિત થાય તો વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે, તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી. (પૃ. ૭૦૦). 0 બાહ્ય ઇન્દ્રિયો વશ કરી હોય, તો સત્યરુષના આશ્રયથી અંતર્લક્ષ થઈ શકે. આ કારણથી બાહ્યઇન્દ્રિયો વશ
કરવી તે શ્રેષ્ઠ છે. બાહ્ય ઇન્દ્રિયો વશ હોય, અને સત્પષનો આશ્રય ન હોય, તો લૌકિકભાવમાં જવાનો સંભવ રહે. (પૃ. ૭૦૧). T સત્સમાગમમાં જીવ આવ્યો, ને ઇન્દ્રિયોનું લુબ્ધપણું ન જાય તો સત્સમાગમમાં આવ્યો નથી એમ
સમજવું. (પૃ. ૭૨૬). ઇન્દ્રિયોને કાબૂમાં રાખે તે ગોસાઇ. (પૃ. ૭૮)
સંબંધિત શિર્ષક : એકેન્દ્રિય | ઈશ્વર | T સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે
ઇશ્વર. (પૃ. ૮૨૯) 0 કર્મપ્રકૃતિ, તેના જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવ, તેનાં બંધ, ઉદય, ઉદીરણા, સંક્રમણ, સત્તા, અને ક્ષયભાવ જે
બતાવવામાં આવ્યાં છે. વર્ણવવામાં આવ્યાં છે), તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. આ