________________ સમાધિશતકમ शान्ते मनसि ज्योति:, प्रकाशते शान्तमात्मनः सहजम् / भस्मीभवत्यविद्या, मोहध्यान्तं विलयमेति / / 1 / / અર્થ–મન આત્મવરૂપમાં શાંત થતાં, સહજ શાંત, આત્માની જાતિ પ્રકાશે છે. જ્યારે આત્મ જ્યોતિ પ્રગટ થાય છે, ત્યારે અવિદ્યા ભસ્મીભૂત થઈ જાય છે, અને મહાન્ધકાર સમૂલગ નાશ પામે છે. જેને આત્મજ્ઞાનના અનુભવને નિશ્ચય નથી, બાહ્યદશામાં ક્ષણે ક્ષણે ચિત્ત મર્કટની પેઠે ભમ્યા કરે છે, તે ચારિત્ર માર્ગથી ભ્રષ્ટ છે. તથા બાહ્ય કિયાના આચરણથી ચારિત્રાભિમાની છે, પણ જ્ઞાની નથી, માટે સમજવાનું કે મનની સ્થિરતા થતાં, આત્મા તે જ પરમાત્મારૂપે પ્રકાશે છે, એમ મનનું સ્વરૂપ જાણી નિશ્ચય કર. . ભવ પ્રપંચભૂત જે મને, તેથી બનેલી જાળ, તેની બાજી જુકી છે. તે પણ તેમાં રાચી રહેનારા જીવને થે વખત સુધી તે તેથી સુખ લાગે છે, પણ અંતે તે પૂલની. વસ્તુ તે ધૂલરૂપ જ થઈ જાય છે. ઘરબાર, સ્ત્રી, પુત્ર, દોલત, શરીર આદિ સુખકારી. લાગે છે, પણ આંખ મીંચાયા પછી સર્વ ફના થઈ જાય છે; કાંઈ હાથમાં આવતું નથી, અને કઈ વસ્તુ પરભવ જતાં સાથે આવતી નથી. કહ્યું છે કેબાજીગરની બાજી જેવી, જૂઠી જગત જંઝાળ રે; ઝાંઝવાના નીર જેવું, જૂ હું જગતનું વહાલ રે. ભજન. 4