________________ 3 સમાધિશતકમ જેમાં બહુલતાએ (વિશેષ પ્રકારે) તમોગુણ હોય, કોધાદિ સહિત વિરૂદ્ધ કામમાં તત્પર હોય, તેમ જ કૃત્યાકૃત્યના વિવેક રહિત હોય તેવા મનને મૂઢમન કહે છે. (2) સુખ દુઃખના કારણ તથા શબ્દ, રૂપ, રસ અને ગંધમાં પ્રવર્તેલા ચિત્તને વિક્ષિપ્તમન કહે છે. (3) રાગદ્વેષાદિથી રહિત એવા ગુણવંત પુરુષના નિરંતર ખેદાદિકને પરિહાર કરવાથી જે મન સર્વ કાર્યમાં સરખું થયું છે, તેને એકાગમન કહે છે. (4) જેની વિકલ્પવૃત્તિ શાંત થઈ છે અને જેનું મન અવગ્રહાદિ કમથી પાછું એસયું છે, એવું આત્મસ્વભાવમાં રમણ કાર મુનિઓનું મન એ નિરૂદ્ધમાન કહેવાય છે. (5) ચિત્તની ત્રણ દશાઓ આત્મસમાધિમાં ઉપયોગવાળી નથી. ચિત્તની છેલ્લી બે દશા આત્મસમાધિમાં ઉપયોગી થાય છે. મનને ક્ષણમાં સાલંબન યુક્ત કરે, અને ક્ષણમાં નિરાલ બન કરે, એ પ્રમાણે અનુભવની પરિપકવતાથી નિરાલંબનપણું પમાય છે. વળી કહે છે કે आलम्ब्यैकपदार्थ, यदा किचिद्विचिन्तयेदन्यत् / अनुपनतेन्धनवह्निरुपशान्त स्यात्तदा चेतः / / 1 // અર્થ–મન એક પદાર્થ અવલંબીને જ્યારે અન્ય કંઈ ચિંતવે નહિ, ત્યારે જેમ કાષ્ટ વિનાને અગ્નિ ઉપશમે છે; - તેમ મન પણ ઉપશાંતપણે પામે છે. વળી મન શાંત થતાં શું થાય છે, તે દર્શાવે છે.