________________ સમાધિશતકમ વિવેચન–રાગ દ્વેષ, પરભાવ આદિ પરિહરીને. પિતાના આત્માના ગુણોની ખેજ કરે, તો પિતાના ઘરમાં જ ચિદાનંદની મેજ પ્રગટે છે. જે અનંતસિદ્ધિ પરમાત્મા થયા, થાય છે અને થશે, તે પિતાના ગુણની ધ્યાન દ્વારા જ કરીને થયા છે. જ્યાં સુધી આત્માના ગુણોની પ્રાપ્તિ માટે ધ્યાન દ્વારા જ કરી નથી, ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. શ્રી યશોવિજયજી ઉમાધ્યાય આત્મગુણની ખોજ કરતા અનુભવજ્ઞાને કહે છે કે, ચેતન અબ મેહે દર્શન દીજે, તુમ દર્શન શિવસુખ પામીજે; તુમ દર્શન ભવ છીએ. ચેતન૧ પિતાના આત્માનું ધ્યાન અને તેમાં રમણતા તથા સ્થિરતા વિના ચિદાનંદની મેજ પ્રગટતી નથી. અનુભવજ્ઞાનનો રસ જેણે જાણે તેણે જ જાણે છે. રાગ અને દ્વેષ પરિણામવાળું મન, તે જ અનંત સંસાર છે અને રાગાદિક રહિત એવું મન, તે જ પરમપદ સમજવું. મનને વશ કરવું તે જ સર્વથી મોટામાં મોટો યોગજ્ઞાનીએ મન પાંચ પ્રકારનું કહ્યું છે. 1 ક્ષિપ્તમન, 2 મૂઢમન, 3 વિક્ષિપ્ત મન, 4 એકાગ્રમન અને 5 નિરૂદ્ધમન, તેમાં ક્ષિપ્તનું લક્ષણ કહે છે-પિતાના ચિત્ત સન્મુખ કપેલા વિષયમાં રજોગુણથી યુક્ત તેમ જ સુખ દુઃખથી યુક્ત સ્થાપેલું મન તે બહિર્મુખતાને પામેલું, તેને ક્ષિપ્તમન કહે છે. (1)