________________
સમાધિશતકમ
૬૧ અને આત્મા આત્મસ્વરૂપે પ્રકાશે છે અને મિથ્યાત્વ આદિ બ્રાંતિનાં કારણે આત્મજ્ઞાનથી નાશ પામે છે.
અરૂપી આત્મ દ્રવ્યને ધર્મ પણ અરૂપી છે. તે અરૂપી આત્મ દ્રવ્ય ધર્મનો હેતુ રૂપી દ્રવ્ય નથી; કારણ કે અરૂપી ધર્મમાં રૂપીને હેતુતા ઘટતી નથી, તેમ પિતાની જાતિથી ભિન્ન એવું પુદ્ગલ દ્રવ્ય છે, તે આત્મદ્રવ્યમાં નિશ્ચયથી જોતાં કારણભૂત નથી.
પરસ્પર લક્ષણોથી જે દ્રવ્ય ભિન્ન છે, તે પરસ્પર ઉપકારક બની શક્તા નથી. અપરમ ગુણમાં રાચવું નહિ, એમ જ્ઞાની પિતાની મતિ દઈ રહ્યા છે.
અપરમ ભાવ વિશેષ નૈગમનયની કલ્યને છે, અને પરમભાવમાં મગ્નતા તે અતિશુદ્ધ નયની રેખા છે. અતિવિશુદ્ધનય એટલે શુદ્ધ નિશ્ચય નય જાણ.
ઉત્કૃષ્ટ આત્મધર્મમાં જ રમવું, તે નિશ્ચય નયને માર્ગ છે. નૈગમનયની કલ્પનાએ જે ધર્મકરણી થાય છે, તે અપરમ ભાવ વિશેષ છે, માટે શુદ્ધ આત્મધર્મમાં રાચવું. દેધક છંદ
રાગાદિક જબ પરિહરી, કરે સહજ ગુણ ખોજ, ઘટમેં ભી પ્રગટે તદા, ચિદાનંદ કી મેજ. ૩૭ રાગાદિક પરિણામયુત, મનહિ અનંત સંસાર; તે જ રાગારિક રહિત, જાનિ પરમપદ સાર. ૩૮ ભવપ્રપંચ મન જાલકી, બાજી જૂઠી મૂલ; ચાર પાંચ દિન સુખ લગે, અંત ધૂલકી ધૂલ. ૩૯