________________
સમાધિશતકમ્
આતમ અજ્ઞાને કરી, જે ભવ દુઃખ લહીએ, , આતમ જ્ઞાને તે ટળે, એમ મન સલ્હીએ, આતમ ૧
આત્મઅજ્ઞાનથી થતું દુઃખ આત્મજ્ઞાન થવાથી નાશ પામે છે; એમ શુદ્ધ દઢ શ્રદ્ધા કરવી. દઘક છંદ :
રજજુ અવિદ્યા જનિત, અહિ મિટે રજુ કે જ્ઞાન, આતમ જ્ઞાન હું મિટે, ભાવ અબોધ નિદાન. ૩૪ ધર્મ અરૂપી દ્રવ્ય કે, નહિ રૂપી પરહેત, અપરમ ગુન રાચ નહિ યે જ્ઞાની મતિ દેત. ૩૫ નિગમનકી કલ્પના, અપરમ ભાવ વિશેષ, પરભાવ મગનતા, અતિવિશુદ્ધ નય રેખ. ૩૬
વિવેચન–અંધકારમાં દૂરથી જોતાં, દોરડી સપના જેવી ભાસી અને મનમાં જાણ્યું કે અરે આ તે સર્પ છે. એમ નિશ્ચય કરી મનમાં ભય પામે. પણ મનમાં વિચાર થયો કે આ જે સર્પ હોય તો હાલ જોઈએ અને આ તે સ્થિર લાગે છે, માટે આ તે દેરડી છે કે સર્પ છે. વળી છેક પાસે ગયે પણ સ્થિર જેવું ભાસ્યું.
અંતે તપાસ કરી જોયું તે દોરડી (રજજુ) લાગી ત્યારે સમજવાનું કે, પ્રથમ દેરડીમાં સર્પ બુદ્ધિ હતી, પણ દેરડીનું બરાબર જ્ઞાન થવાથી સર્પ બુદ્ધિ નાશ પામી. તેમ દેહાદિકમાં અવિવા ગે આત્મબુદ્ધિની ભ્રાંતિ થઈ છે, પણ જ્યારે આત્મજ્ઞાનને નિર્ધાર થાય, ત્યારે દેહાદિકમાંથી આપોઆપ આત્મ બુદ્ધિની ભ્રાંતિ ટળે છે,