________________
સમાધિશતકમ્
૫૯
यत्र काये मुनेः प्रेम, ततः प्रचाव्य देहिना । बुद्धया तदुत्तमे काये, योजनात्प्रेम नश्यति ॥४०॥
અર્થ–જે કાયમાં મુનિને પ્રેમ હોય, ત્યાંથી દેહીએ દેહબુદ્ધિ છોડવી, તેમ કરતાં ઉત્તમ કાયમાં એટલે આત્મ
સ્વરૂપમાં પ્રેમ જેડ, જેથી પૂર્વને અપ્રશસ્યદેહિક પ્રેમ. નાશ પામે છે.
વિવેચન–પિતાની કે પારકી જે કાયા તે ઉપર મુનિને પ્રેમ હોય તે દેહી એટલે આત્માને વિવેક જ્ઞાને કરી છેડવો, પછી તે કાયા કરતાં પણ અધિક ઉત્તમ કાયા એટલે ચિદાનંદ યુક્ત આત્મરૂપી કાયા ઉપર પ્રેમ લગાડવો; તે પણ અંતર દષ્ટિથી પ્રેમ આત્મા રૂપી કાયામાં લગડાવો, એમ થવાથી પૂર્વ જે કાયનેહ તે દૂર થાય છે.
आत्मविभ्रमजं दुःखमान्मज्ञानात् प्रशाम्यति । नाऽयतास्तत्र निर्वान्ति, कृत्वाऽपि परमं तप ॥४१॥
અર્થ આત્મવિભ્રમજન્ય જે દુઃખ તે આત્મજ્ઞાનથી નાશ પામે છે. પરમતપ કરીને પણ આત્મજ્ઞાનને વિષે અયતપર જે છે, તે મુક્તિ પામતા નથી.
વિવેચન–શરીર, મન, વાણીમાં આત્મબુદ્ધિથી ઉત્પન્ન થએલ વિશ્વમથી ઉત્પન્ન થએલ અનેક પ્રકારનું દુઃખ, તે. આત્મજ્ઞાનથી નાશ પામે છે. આત્મજ્ઞાન અર્થે યત્ન નહિ. કરનારાઓ ઘોર મહાકાલેશકારક તપ કરીને પણ મુક્તિપદને. પામતા નથી. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે –