________________
સમાધિશતકમ
૩૫ જ્યાં સુધી જીવ મિથ્યાત્વદશામાં છે, ત્યાં સુધી પિતાની રિદ્ધિની લૂંટાલુંટ ચાલ્યા કરે છે, તેની પિતાને મહદશાથી સમજણ પડતી નથી.
જેમ કે ઈ મનુષ્ય ભરનિદ્રામાં સૂતે હોય અને તેના ઘરમાં ચેરે ખાતર પાડી જાય પણ તેને ખબર પડે નહિ, તેમ જ્યાં સુધી અજ્ઞાન અને મોહથી જીવ પ્રમાદરૂપ ઉંઘમાં ઉંધી ગયા છે, ત્યાં સુધી પિતાની રિદ્ધિ લૂંટાય છે, તેની તેને સમજણ પડતી નથી.
માટે હવે ચેતન તું જાગ. તારું સ્વરૂપ અલખ છે, તું પિતે પરમાત્મા છે. તારામાં સર્વ છે. ઉત્કૃષ્ટ નિર્મલ આત્મદ્રવ્યને વાણીથી કથવાનું તથા કાનથી શ્રવણ કરવાનું કંઈ નથી, કારણ કે જ્ઞાન અને આનંદને ઘન એ આત્મા તે તે પોતાના સ્વરૂપમાં જ છે. - અરૂપી, વચનને અગોચર, નિર્વિકલ્પ આત્મા સ્વયં પ્રકાશ છે, તે આત્મા અર્થે વચન વિકલ્પ પણ આત્માસ્વરૂપ પ્રાપ્ત થતાં ખપને નથી.
यदनाम न गृह्णाति, गृहीतं नापि मुञ्चति । જ્ઞાનાતિ તથા સર્વ, તઘઘમરણમ્ રિવા,
અર્થ—જે અગ્રાહ્યને ગ્રહણ કરતું નથી અને ગ્રહણ કરેલને મૂકતો નથી અને સર્વને સર્વથા જાણે છે, તે સ્વસંઘ હું છું. . જે શુદ્ધાત્મ સ્વરૂપ છે, તે અગ્રાહ્ય એવું જે કર્મોદય નિમિત્ત કોધ, માન, માયા, લેભાદિ સ્વરૂપ તેને ગ્રહણ કરતું નથી.