________________
३४
સમાધિશતકમ પંચેન્દ્રિયની એકળીશ અને મન, વચન ને કાયાની પરપ્રવૃત્તિ દ્વારાથી રાગ, દ્વેષાદિક ચોર ક્ષણે ક્ષણે લાગ જોઈને આત્મામાં પ્રવેશી આત્મરિદ્ધિની લૂંટાલૂંટ કરે છે, તે પણ આત્માને મેહરૂપ મદિરાની બેભાનતાથી કશી ખબર પડતી નથી.
અહો ! કેટલી અજ્ઞાનતા ! આત્મા રામજૉ નથી. કે આજ સુધી મેં પરિભ્રમણ કર્યું, તે પણ મેહના મેગે
હવે સદગુરુ સંગતિ પ્રાપ્ત થતાં મેહનું સ્વરૂપ જાણવામાં આવ્યું અને નિર્ધાર થયો કે આત્મા પિતાના શુદ્ધ સ્વભાવરૂપ ઘરમાં નહિ વસવાથી, ઘરની રિદ્ધિ રાગાદિક ચરે લૂંટે છે.
પણ સર્વ પુદ્ગલ દશાનો ત્યાગ કરી, અલખ અરૂપી અસંખ્ય પ્રદેશરૂપ મારા ઘરમાં વસી, પરમાં જરા માત્ર પણ ઉપયોગ દઉં નહી, તે રાગાદિક રે મારી સિદ્ધિ લૂંટતા બંધ થઈ જાય. આ જ ઉપાય સત્ય છે. તે વિના બીજે ઉપાય નથી.
શ્રી ચોવીશમાં તીર્થકર શ્રી મહાવીર પ્રભુ પણ ધર્મ દયાન અને શુકલધ્યાનથી પિતાના સ્વરૂપમાં રમતા હતા. બાર વર્ષથી અધિક સમય પર્યત આ પ્રમાણે સ્વસ્વભાવરૂપ ઘરમાં વસી, અંદર પેસી ગયેલા રાગ-દ્વેષરૂપ ચોરોને સમૂળગા કાઢી મૂક્યા અને પિતાનું ઘર નિર્મળ કર્યું ત્યારે સુખી થયા.