________________
૩૩.
સમાધિશતકમ તેવી જ રીતે મહષ્ટિથી આત્માની બાહ્યદશા વતી રહી છે. અને તેથી તે અસતમાં સત્ પણાની બુદ્ધિ ધારણ કરી છે. પણ એ સર્વ ભ્રાંતિ છે.
જેમ ધંતુરભક્ષકને ધંતુરાનું ઘેન ઉતર્યા પછી જેવી વસ્તુઓ છે તેવી દેખાય છે, તેમ મેહદૃષ્ટિના ત્યાગથી અંતરદષ્ટિ પ્રગટતા, આત્માનું યથાર્થ સ્વરૂપ ભાસે છે.
મેહદષ્ટિ છેડીને જ્યારે નિજસ્વરૂપમાં રમણતા કરીએ ત્યારે આત્માના અનંત ગુણરૂપ સુષ્ટિને આવિ. ભવ થાય છે.
રૂપાદિકને દેખવું, તેનું કહેવું, કહેવરાવવું, તે સર્વ કૃમિથ્યા છે. ઇન્દ્રિય તથા વચન, મન કાયાના બળે કરી પરમાં પરિવર્તન થાય છે. - ઈન્દ્રિય અને મન, વચન અને કાયાના યોગ બળે, આત્મા પરભાવમાં પેસતાં, આત્માની રિદ્ધિની લૂટાંકૂટ થઈ રહી છે. . એટલે જ્યારે આત્મા સ્વ-સ્વભાવને મૂકી પરસ્વભાવમાં પેસે છે, ત્યારે રાગ, દ્વેષ, ક્રોધ, નિંદા, અજ્ઞાનરૂપ રે આત્માની રિદ્ધિ લૂટે છે અને આત્માને દીન કરી નાખે છે. - જ્યારે આત્મા સ્વસ્વભાવરૂપ ઘરમાં હોય છે, ત્યારે રાગ, દ્વેષાદિક ચોરીનું કશું ચાલતું નથી, પણ જરા પણ આત્મસ્વભાવમાંથી આત્મા પગ દેઈ પરસ્વભાવરૂપ ઘરમાં પિસવા ચાલ્યો, કે તુરત ચેરા આત્માની જ્ઞાનાદિક રિદ્ધિ લૂંટવા લાગે છે.