________________
સમાધિશતકમ્
ર૭ છે. તેમાં મમતા જ કારણભૂત છે. અધ્યાત્મસારમાં કહ્યું
व्याप्नोति महती भूमि, वटबीजाद्यथा वटः । तथैकममताबीजात्प्रपंचस्यापि कल्पना ॥ १॥
જેમ એક વડના બીજથી વડ ઘણી ભૂમિને વ્યાપ્ત કરે છે, તેમ એક મમતાબીજથી ઘણું પ્રપંચની કલ્પના ઉઠે છે..
स्वयं येषां च पोषाय, खिद्यते ममतावशः । इहामुत्र च ते न स्युस्त्राणाय शरणाय वा ।। २ ।।
મમતા વશ થએલે જીવ પુત્ર સ્ત્રી આદિના પિષણને માટે ખેદ પામે છે, અને અંતે અહીં તથા પરભવમાં દુઃખની વખતે રક્ષણ માટે અથવા શરણ માટે તે પુત્ર સ્ત્રી વગેરે સહાયક થતા નથી માટે મમતા ભાવ દૂર કરીને જે યથાર્થ વસ્તુ સ્વરૂપ દેખે છે, તે જ દેખતો જાણ.
भिन्न: प्रत्येकमात्मानो, विभिन्ना: पुद्गला अपि । शून्यसंसर्ग इत्येवं, यः पश्यति स पश्यति ॥ ३ ॥
ભાવાર્થ–પ્રત્યેક આત્મા વ્યક્તિથી ભિન્ન ભિન્ન છે અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શમય પુદ્ગલ પણ આત્માથી ભિન્ન ભિન્ન છે, તેમ તે બેને સંસર્ગ પણ શૂન્ય છે. એવી રીતે જે દેખે છે, તે જ દેખતે જાણ એમ જે દેખતે નથી, તે બહિરાત્મા જણવે અને એ અજ્ઞાની બહિરાત્મા પશુ સમાન જાણ