________________
સમાધિશતકમ
પુત્રાદિકકી કલ્પના દેહાતમ ભ્રમભૂલ; તાકું જડ સમ્પતિ કહે, હહા મેહ પ્રતિકૂલ. ૧૪
ભાવાર્થ–સ્વ અને પરના વિકલ્પથી અવિદ્યારૂપ વાસના ઉદ્ભવે છે અને તેથી બહુ વિકપ થાય છે અને બહુ વિકલ્પભ્રમજાળરૂપ અંધકૃપમાં જે મનુષ્યો પતન પામે છે તે દુખે કરી તેમાંથી બહાર નીકળી શકે છે.
અહોપર વસ્તુના વિક૯૫ સંક૯૫ ચોગે આ દેખાતી. દુનિયા સમયે સમયે સાત અથવા આઠ કર્મ ગ્રહણ કરી બંધાય છે. પર વસ્તુ વેગે થતાં વિકલ્પ સંકલ્પ તે જ ભ્રમણા, જાલ અને તે જ અંધકૂપ મહાદુઃખદાયક જાણ.
જેને જડ વસ્તુ અને ચેતનનું ભિન્ન ભિન્ન લક્ષણે કરી યથર્થ જ્ઞાન થયું નથી, તે પુત્રાદિ પ્રત્યક્ષ પિતાનાથી ભિન્ન દેખાતા ભાવોને પિતાની સંપત્તિરૂપે જાણે છે.
અહો! તે પ્રાણી જડ જાણ. અહા! કેવી મેહની પ્રતિકૂલતા છે. એવા પ્રાણીઓ બહિરાત્મભાવમાં પોતાનું જીવન નિરર્થક ગાળે છે.
અરે! સમજવું જોઈએ કે મરતી વખતે કઈ વસ્તુ પિતાની સાથે આવતી નથી, છતાં મૂઢ જીવ અજ્ઞાનપણાથી બહિરાત્મ ભાવને જાણે એ વસ્તુઓ તે જ હું છું, એમ દઢ સંસ્કાર ભાવ કલ્પી તેમને તેમાં રાચી-નાચી રહે છે.
મમતાના યેગે પર વસ્તુઓને સંપત્તિરૂપ માનતો અજ્ઞાની જીવ રાગદ્વેષ ગે કર્યગ્રહણ કરતે ભવમાં ભમે.