________________
સમાધિશતકમ
૨૫ જેને આત્મામાં જ આત્મબુદ્ધિ છે એ અંતરાત્મા પિતે પુદ્ગલના સંયોગથી મુક્ત થાય છે અને પરમાત્મારૂપ બને છે.
देहेप्वात्मधिर्या जाताः, पुत्रभार्यादिकल्पनाः । सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ॥ १४ ॥
અર્થ-દેહમાં આત્મબુદ્ધિ થતાં પુત્ર ભાર્યાદિકની કલ્પનાઓ થઈ અને પિતાની સંપત્તિ તેથી મનાઈ છે. હા ઇતિ ખેદે આવી ભ્રાંતિથી જગત હણાયું છે.
વિવેચન–અજ્ઞાની જીવને દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ થતાં આ મારો પુત્ર; આ મારી પ્રાણપ્રિયા સ્ત્રી, આ મારી માતા, આ મારા પિતા, આ મારું ઘર, આ મારું રાજ્ય, આ મારું ક્ષેત્ર, આ મારો બાગ એવી અહંવૃત્તિની કલ્પનાએનો પ્રાદુર્ભાવ થાય છે.
અનાત્મરૂપ વસ્તુઓથી આત્માને લેશ પણ ઉપકાર થતો નથી, તેમ છતાં પણ અજ્ઞાન યોગે જેઓ સ્ત્રી, ધન પુત્ર, લક્ષ્મીને પિતાના માને છે, તેઓ કેવી ઠગાય છે. " હા ! એમ માનનારું આ જગત વિનાશ પામ્યું છે. અર્થાત્ સ્વસ્વરૂપના પરિજ્ઞાન વિના જગત્માત્ર બહિરાત્મ ભાવવાળું થઈ ગયું છે.
દોધક છેદ સ્વપવિકલ્પ વાસન ! હોત અવિઘારૂપ, તાતે બહુરિ વિકપમય, ભરમજાલ અન્ધકૂપ. ૧૩