________________
સમાધિશતકમ્
मूलं संसारदुःखस्य, देह एवात्मघास्ततः । त्यक्त्वनां प्रविशेदन्तर्बहिरव्यावृतेन्द्रियः ॥ १५ ॥
અર્થ :—દેહમાં આત્મ બુદ્ધિરૂપ ભ્રાંતિ જ સંસાર દુઃખનુ મૂળ છે. બાહ્ય વિષયામાં નથી પ્રવર્તાવી ઈંદ્રિયા જેણે એવા પુરુષ બહિરાત્મ બુદ્ધિના ત્યાગ કરી અંતરાત્મ બુદ્ધિ ધારણ
કરે છે.
૨૮
સંસાર દુઃખનું મૂલ કારણ દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ ધારવી તે જ છે, માટે તત્ત્વનું સ્વરૂપ સમ્યક્ સમજી આત્મામાં જ આત્મબુદ્ધિ કરવી. જડ વસ્તુ તે કદાપિ કાળે આત્મરૂપે થવાની નથી, માટે તે પેાતાની નથી એ નિશ્ચય કરવા.
દેહનાં પાંચ પ્રકાર છે. ૧ ઔઢારીક શરીર. ૨ ક્રિય શરીર. ૩ આહારક શરીર. ૪ તેજસ શરીર. ૫ કાણ શરીર. જે સાત સાતુથી અનેલુ શરીર છે, તેને ઔદારીક શરીર કહે છે.
જે લબ્ધિથી પ્રગટ થાય છે. તેને વૈક્રિય શરીર કહે છે. મનુષ્યાક્રિકને વૈક્રિય લબ્ધિ યોગે વૈક્રિય શરીરની પ્રાપ્તિ થાય છે. દેવતા અને નારકીના જીવાને તે ભવ પ્રત્યયીક વૈક્રિય શરીર ઉત્પન્ન છે. દેવતા ભવ પ્રત્યયીક શરીર વિના બીજી` શરીર બનાવે છે, તેને ઉત્તર વૈક્રિય શરીર કહે છે. આહારને પચાવે તેને તેજસ શરીર કહે છે. આડ કથી બનેલા શરીર ને કાણુ શરીર કહે છે. આ પાંચ શરીરથી આત્મા સદા ભિન્ન છે.
૧. આહારલબ્ધિ ધારકસુતિ આહાર શરીર ખનાવે છે.