________________
સમાધિશતકમ શકાય? માટે જણાવે છે કે તે આત્મા સ્વયંવેદ્ય છે અને તે અચળ સ્થિતિવાળે છે, તેના રૂપનો વિનાશ સંભવ નથી.
स्वदेहसदृशं दृष्ट्वा , परदेहमचेतनम् । परात्माधिष्ठितं मूढः, परत्वेनाध्यवस्यति ॥ १० ॥
વિવેચન—બહિરાત્મા સ્વદેહના સરખું પારકું શરીર પણ જોઈ કર્મ વિશથી સ્વીકાર કરેલા અચેતન દેહને પણ અન્ય આત્મા તરીકે સ્વીકારે છે.
આમ કરવાથી પશ્ચાત્ શું કરે છે, તે બતાવે છે. स्वपराध्यवसायेन, देहेष्वविदितात्मनाम् । વર્તતે વિસ્ત્ર પુણાં, પુત્રમાળિોચર: // ૨૨
અર્થ–જેઓએ નથી જાણ્યું આત્મ સ્વરૂપ એવા પુરુષને સ્વ અને પરની પરિણતિથી, અમુક પુત્ર, અમુક સ્ત્રી, અમુક મારો આદિ પ્રગટપણે વિપર્યાસ થાય છે.
ભાવાર્થ_વિભ્રમ એટલે વિપર્યાસ-મિથ્યાજ્ઞાન, તે થાય છે.
કેને થાય છે ? જે આત્મસ્વરૂપ નથી જાણતા તેઓને. શાથી થાય છે ? ઉક્ત એવા સ્વપર અધ્યવસાયથી. કયાં થાય છે? દેહમાં. શા પ્રકારનો વિભ્રમ થાય છે?
પુત્ર ભાર્યાદિગેચર, અર્થાત આત્માને ઉપકારક નહિ એવાં પુત્ર, દારા, ધન, ધાન્યાદિક પિતાનાં છે એ ભ્રમ થાય છે. તેમની સંપત્તિમાં સંતોષ માને છે.