________________
સમાધિશતકમ્
દાયકે ચંદ
૨૩
અરિ પુત્રાદિક કલ્પના, દેહાતમ અભિમાન; નિજ પર તનુ સંબંધ મતિ, તાકા હાત નિદાન. ૧૧
વિવેચન—દેહને વિષે અત્મબુદ્ધિના અભિમાનથી શત્રુ, પુત્ર, મિત્ર આદિ કલ્પના થાય છે. આ પારકું અને આ પેાતાનુ એવા અધ્યવસાય પુદ્ગલ ભાવમાં ઉત્પન્ન કરાવનાર દેહમાં આત્મબુદ્ધિનું અભિમાન છે.
દાયક દ
દેહાર્દિક આતમભ્રમી, કલ્પી નિજ પર ભાવ; આતમજ્ઞાની જગ લહે, કેવલ શુદ્ધ સ્વભાવ. ૧૨ વિવેચન—દેહ, વાણી, પ્રાણ અને મનમાં આત્મબુદ્ધિનેા જેને ભ્રમ છે એવા પુરુષ આ પેાતાનું અને આ પારકુ છે, એમ પુદ્ગલ ભાવમાં કલ્પના કરે છે, પણ જેને આત્મજ્ઞાન થયેલું છે, તેવા ભવ્યાત્મા કેવળ આત્મિક શુદ્ધ સ્વભાવને જગતમાં પેાતાના માને છે. પુદ્ગલમાં અવૃત્તિના ઉદય જ્ઞાનીને થતા નથી. જ્ઞાની પેાતાના આત્મામાં સ્વબુદ્ધિ ગ્રહણ કરે છે.
अविद्यासंशितस्तस्मात्संस्कारो जायते दृढः ।
येन लोकोऽङ्गमेव स्व, पुनरप्यभिमन्यते || १२ || અ અહિરાત્મામાં અવિદ્યાના સ'સ્કાર દૃઢ થાય છે અને તેનાથી લાક જન્માન્તરમાં પણ શરીરને જ આત્મ માને છે.