________________
સમાધિશતકમ શિવાય–પરમ કલ્યાણ સ્વરૂપ છે તેમને, ધાત્રે એટલે સકલ લેકને ઉદ્ધાર કરનાર એવા તેમને, સુગતાય એટલે સમ્યગૂ અનંત ચતુષ્ટયને પ્રાપ્ત થાય છે, એવા તેમને જિનાય એટલે રાગ-દેવ જિત્યા છે એવા તેમને, વિષ્ણવે એટલે સર્વે લોકાલોકના કેવળજ્ઞાન વડે વ્યાપક બને છે એવા તેમને, સકલ નિર્મલ આત્માઓને નમસ્કાર થાઓ.
આ સ્થળે શિવાય, ધાત્રે, સુગતાય, વિષ્ણવે એ પદથી એમ સૂચવ્યું કે પૂર્વોક્ત વ્યુત્પત્તિ દ્વારા સિદ્ધ એવા જિન તે જ શિવ છે. (મહાદેવ) તે જ સુગત છે. તે જ કેવલજ્ઞાનથી સર્વ રેય પદાર્થોને જાણે છે માટે વિષ્ણુ છે. અને તે જ પોતાના ગુણોને આવિર્ભાવપણે કરવાથી બ્રહ્મા (વિધાતા) જાણવા. શિવ એટલે મહાદેવ (પરમ નિર્મલ આત્મા જેને છે તે મહાદેવ જાણવા.) કહ્યું છે કે –
रागद्वेषौ महामल्लौ, दुर्जितो येन निर्जितौ । महादेवं तु तं मन्ये, शेषा वै नामधारकाः ॥१॥
અર્થ-દુર્જય રાગ-દેષ રૂપ બે મહામલ્લ છે. તે બેને જેણે જિત્યાં તે મહાદેવ જાણવા. બાકીના નામધારક મહાદેવ જાણવા.
ધાત્રે એ પદના કથનથી સમજવાનું કે, જે અજ્ઞાની લેકે દુનિયાના બનાવનાર બ્રહ્મા કહે છે, તે બ્રહ્માનું અત્રે ગ્રહણ કર્યું નથી.
સુગતાય એ પદના કથનથી જિન તે જ સુગત છે પણ અન્ય ક્ષાણીવાદીઓ જેને સુગત માને છે તે સુગત નહીં.